- નોટબંધી અને જીએસટી જેવા સરકારી પગલાંને દોષી
- સરકારે હેડલાઇન મેનેજમેન્ટની ટેવમાંથી બહાર નીકળવું પડશે
- પહેલાં સ્વીકારવું પડશે કે, દેશ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે
- ડો. સિંહે સૂચવ્યાં ચાવી રૂપ પાંચ પગલાં
પૂર્વ વડા પ્રધાન અને અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહે કહ્યું છે કે પાંચ પગલાં ભરીને વર્તમાન અર્થવ્યવસ્થામાં સુધારો થઈ શકે છે. પૂર્વ વડાપ્રધાને વર્તમાન આર્થિક પરિસ્થિતિ માટે નોટબંધી અને જીએસટી જેવા સરકારી પગલાંને દોષી ઠેરવ્યા છે. આ માધ્યમ દ્વારા લેવામાં આવીલી મુલાકાતમાં મનમોહનસિંહે કહ્યું છે કે આ પાંચ પગલા લાગુ કરતાં પહેલાં સ્વીકારવું પડશે કે, દેશ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે.

