Not Set/ PM મોદી પોતાનો જન્મદિવસ વતન ગુજરાતમાં ઉજ્વશે, આવો હશે કાર્યક્રમ

“17 સપ્ટેમ્બર” એટલે PM મોદીનો જન્મદિવસ. અને 17 સપ્ટેમ્બરે PM મોદી ગુજરાત આવશે તેનો મતલબ છે કે, PM મોદી પોતાનો જન્મદિવસ માદરે વતન ગુજરાતમાં ઉજવશે. PM મોદી પોતાનાં જન્મદિવસે માતા હીરાબાનાં આશીર્વાદ લઈ સરદાર સરોવર ડેમ જશે. સરદાર સરોવર ડેમ ખાતે PM મોદીનાં જન્મદિવસ નિમીતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે PM મોદીને દેશની […]

Top Stories

“17 સપ્ટેમ્બર” એટલે PM મોદીનો જન્મદિવસ. અને 17 સપ્ટેમ્બરે PM મોદી ગુજરાત આવશે તેનો મતલબ છે કે, PM મોદી પોતાનો જન્મદિવસ માદરે વતન ગુજરાતમાં ઉજવશે. PM મોદી પોતાનાં જન્મદિવસે માતા હીરાબાનાં આશીર્વાદ લઈ સરદાર સરોવર ડેમ જશે. સરદાર સરોવર ડેમ ખાતે PM મોદીનાં જન્મદિવસ નિમીતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે PM મોદીને દેશની અને ખાસ કરીને ગુજરાતની જનતા તરફથી જન્મદિવસની પ્રેમાળ ભેટ જોવું હશે.

ગુજરાત સહિત મધ્ય પ્રદેશમાં આ વર્ષે સારા વરસાદ વરસ્યો હોવાથી રેવામાં પાણીની ભારે આવક થઇ છે અને જેનાં કારણે માઁ નર્મદા પર બંધવામાં આવલે અને ગુજરાતની જીવાદોરી સમો સરદાર સરોવર ડેમ છલોછલ છે. ત્યારે PM મોદીનાં જન્મદિવસ નિમીતે માઁ નર્મદાનાં પૂજનનો વિશેષ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. કેવડીયા કોલોની સરદાર સરોવર ડેમની સાથે સાથે ગુજરાતનાં દરેક જિલ્લા મથકે “નર્મદે સર્વદે”નાં નાદ સાથે એક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. 17 સપ્ટેમ્બરે સવારે 10 કલાકે ગુજરાતનાં તમામ જીલ્લા મથકોએ એક સાથે માઁ નર્મદાની મહાઆરતી કરી રેવાને વધાવવામાં આવશે. મહાઆરતી ઉપરાંત PM મોદીનાં જન્મદિવસની ઉજવણીનાં ભાગ રૂપે વિવિધ રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આપને જણાવી દઇએ કે, સરદાર સરોવર ડેમ હંમેશ માટે PM મોદીનું ડ્રિમ રહ્યો છે. સરદાર સરોવર નિર્માણ અગાઉ ઘણા લાબાં સમય માટે ડેમની ઉંચાઇને કારણે વિવાદમાં રહ્યો હતો. અને તેનાં નિર્માણમાં અનેક પ્રકારનાં વિધ્નો આવી ચૂક્યા છે. PM મોદી જ્યારે ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે ભારે વિરોધ વચ્ચે અને અનેક પ્રકારનાં વિધ્ન કરતાઓને ખાળવા અને ડેમને ગુજરાતની જનતાની સુખાકરી માટે અમુક ઉંચાઇ સુધી લઇ જવા ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે, મોદી દ્વારા લોકશાહીનાં છેલ્લા અમોઘ શસ્ત્ર સમા ઉપવાસનો પણ સહારો લોવામાં આવ્યો હતો. જી હા PM મોદી દ્વારા નર્મદા ડેમ નિર્માણનાં વિધ્ન કરાતાને હરવા માટે ઉપવાસ પણ કરવામાં આવ્યા હતા. તેવા નર્મદા ડેમ અને માઁ રેવાની મહાઆરતીથી વિશેષ PM મોદી માટે તેમના જન્મદિવસની કોઇ ભેટ હોય જ ન શકે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન