Not Set/ મોરારીબાપુનાં સમર્થનમાં એવોર્ડ વાપસીનો સિલસિલો યથાવત, આટલા કલાકારોએ એવોર્ડ પરત આપ્યા

સ્વામિનારાયણ સંપ્રદાય અને મોરારિબાપુ વચ્ચેનો નિલકંઠ મામલે શરૂ થયેલો વિવાદ, સાધુ સમાજનાં હસ્તક્ષેપ બાદ સમી ગયાની અને હવે કોઇ એક બીજા વિશે કરી ટીપ્પણી નહી કરે તોવા તર્જ પર સંકેલાઇ ગયાની વાતો વચ્ચે, વિવાદ શાંત પડવાને બદલે વધુ વકરી રહ્યો હોય તેવું જણાઇ રહ્યું છે. વિવાદનો અંત તો આવી ગયો દેખાય છે અને સંતો અને […]

Top Stories

સ્વામિનારાયણ સંપ્રદાય અને મોરારિબાપુ વચ્ચેનો નિલકંઠ મામલે શરૂ થયેલો વિવાદ, સાધુ સમાજનાં હસ્તક્ષેપ બાદ સમી ગયાની અને હવે કોઇ એક બીજા વિશે કરી ટીપ્પણી નહી કરે તોવા તર્જ પર સંકેલાઇ ગયાની વાતો વચ્ચે, વિવાદ શાંત પડવાને બદલે વધુ વકરી રહ્યો હોય તેવું જણાઇ રહ્યું છે. વિવાદનો અંત તો આવી ગયો દેખાય છે અને સંતો અને સાધુઓ વચ્ચેનાં સંવાદો પર પડદો પડી ગયો છે. પરંતુ ગુજરાતનાં અનેક કલાકાર કસબીઓ દ્વારા વિવાદમાં નવતર કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે.

વિવાદનાં કારણે અત્યાર સુધીમાં 15થી વધારે કલાકારોએ મોરારીબાપુનાં સમર્થનમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા સરધારે આપેલા એવોર્ડ પરત કર્યા છે. એવોર્ડની સાથે અપાતી રકમ પણ પરત કરી દેવાઈ છે. મોરારિબાપુના કથિત નિવેદન બાદ જાગેલા વિવાદ બાદ સમાધાન થતા એવોર્ડ વાપસીનો સિલસિલો શરૂ થયું છે.

રત્નાકર એવોર્ડ પરત કરનારા આ કલાકારોની યાદી આ પ્રમાણે છે.

  • કલાકાર માયાભાઈ આહીર રત્નાકર એવોર્ડ પરત કર્યો
  • કલાકાર જીગ્નેશ કવિરાજે રત્નાકર એવોર્ડ પરત કર્યો
  • કલાકાર ઓસમાન મીર એ રત્નાકર એવોર્ડ પરત કર્યો
  • કલાકાર સાઈરામ દવેએ રત્નાકર એવોર્ડ પરત કર્યો
  • કલાકાર ભિખુદાન ગઢવી રત્નાકર એવોર્ડ પરત કર્યો
  • કલાકાર ધીરૂભાઇ સરવૈયાએ રત્નાકર એવોર્ડ પરત કર્યો
  • કલાકાર હેમંત ચૌહાણે રત્નાકર એવોર્ડ પરત કર્યો
  • કલાકાર હેતુ ગઢવીએ રત્નાકર એવોર્ડ પરત કર્યો
  • લેખક જય વસાવડા પણ રત્નાકર એવોર્ડ પરત કર્યો

રાજકોટમાં યોજવામાં આવી કલાકારો દ્વારા પ્રેસ કોન્ફરન્સ

તો એવોર્ડ પરત કરવાની સાથે સાથે રાજકોટ ખાતે જાણીતા કલાકારો હેમંત ચૌહાણ, ઘીરૂભાઇ સરવૈયા અને હેતુ ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી. કલાકારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નિમ્મન કક્ષાનાં વેણ સંતોને શોભે નહી. અમે મોરારીબાપુ વિશે સંતો દ્વારા બોલવામાં આવેલા આપત્તિ જનક શબ્દોને કારણે એવોર્ડસ પરત કર્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન