Not Set/ માં અંબાના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, એકનું મોત, ત્રણ ઘાયલ

અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પુનમના મહામેળાને લઇ રાજ્યના ખુણે ખુણેથી અંબાજીના દર્શન માટે લખો ભાવિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈ કાલે રાત્રે અંબાજી માતાના દર્શનાથે જઇ રહેલા બાઇક સવારને અકસ્માત નડ્યો હતો. જેમાં એક બાઇક સવારનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થ્ય હતા. ઘાયલ થયેલા […]

Top Stories Gujarat Others

અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પુનમના મહામેળાને લઇ રાજ્યના ખુણે ખુણેથી અંબાજીના દર્શન માટે લખો ભાવિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈ કાલે રાત્રે અંબાજી માતાના દર્શનાથે જઇ રહેલા બાઇક સવારને અકસ્માત નડ્યો હતો. જેમાં એક બાઇક સવારનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થ્ય હતા. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે મૃતક યુવક કિરુભા વાઘેલા અને તેમના મિત્ર ગત રાત્રે માં અંબા ના દર્શન માટે બાઈક પર જય રહ્યા હતા. ત્યારે કાંકરેજના ચીમનગઢ પાટિયા પાસે સામેથી પૂર ઝડપે આવી રહેલા બાઇક સાથે તેમનું બાઇક અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રસ્તા પર પટકાતા કિરુભા વાઘેલાનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ઘટનાની જાણ જ શિહોરી પોલીસ અને 108 ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણેયને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા આવ્યા છે. જ્યારે મૃતક કિરુભા વાઘેલાને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન