Not Set/ સાઉથ લંડનના અન્ડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશન ઉપર બ્લાસ્ટ,લોકોના ચહેરા દાઝ્યા

અન્ડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશન ઉપર થયેલા બ્લાસ્ટ પછી મચેલી ભાગદોડમાં ૨૦ લોકો ઘાયલ થઈ ગયા છે.  બ્લાસ્ટ પછી રેલવે સ્ટેશન ઉપર પડેલા સફેદ કન્ટેનરમાં થયો હતો. કેટલાક લોકો બ્લાસ્ટના કારણે ઘાયલ થયા હતા. જો કે આ બ્લાસ્ટ થવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.  ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. . આ બ્લાસ્ટ સવારે ૮-૨૦ […]

World

અન્ડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશન ઉપર થયેલા બ્લાસ્ટ પછી મચેલી ભાગદોડમાં ૨૦ લોકો ઘાયલ થઈ ગયા છે.  બ્લાસ્ટ પછી રેલવે સ્ટેશન ઉપર પડેલા સફેદ કન્ટેનરમાં થયો હતો.

કેટલાક લોકો બ્લાસ્ટના કારણે ઘાયલ થયા હતા. જો કે આ બ્લાસ્ટ થવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.  ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

.

આ બ્લાસ્ટ સવારે ૮-૨૦ કલાકે થયો હતો. લંડનના અખબારોના અહેવલો૦ મુજબ, આ ઘટનામાં ૨૦ લોકો ઘાયલ થયા છે.

પોલીસનું કહેવું છે કે બ્લાસ્ટ એટલો શક્તિશાળી ન હતો. જો બ્લાસ્ટ શક્તિશાળી હોત તો આનાથી વધુ જાનહાની થાત.

રેલવે પોલીસ સ્ટેશનના સત્તાધીશોએ લોકોને સલાહ આપી છે કે તેઓ પાર્સન્સ ગ્રીન સ્ટેશનથી દુર રહે.