કેન્દ્ર સરકાર ફી માં વધારા વિરુદ્ધ જેએનયુ વિદ્યાર્થીઓનાં વિરોધનાં નિપટારાનો પ્રયાસ કરી રહી છે. આ અંગે ઉચ્ચ સ્તરીય કમિટીની પણ રચના કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની માંગ સાથે સંમત, ઘણા જેએનયુનાં કેન્દ્રો 12 ડિસેમ્બરથી યોજાનારી પરીક્ષાઓનો બહિષ્કારનાં તેમના નિર્ણયને સમર્થન આપવાનું વિચારી રહ્યા છે. દરમિયાન, તિબેટી ધર્મનાં ગુરુ દલાઈ લામા પણ એક પડકાર તરીકે સરકાર સમક્ષ ઉભા થઇ ગયા છે. તેમણે તિબેટીયન વિદ્યાર્થીઓની ફી માં વધારો કરવા સામે પણ વાંધો ઉઠાવતા અપીલ કરી હતી કે તેઓને વિદેશી વિદ્યાર્થીઓ ન માનવા જોઈએ.
તિબેટીયન ધર્મ ગુરુ દલાઈ લામાની ઓફિસે કેન્દ્ર સરકારને ફરિયાદ કરી છે કે જેએનયુ વિદ્યાર્થીઓની ફી ખૂબ વધારે કરવામાં આવી છે. દલાઈ લામાની ઓફિસ તરફથી કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે જુલાઈમાં વિદેશી વિદ્યાર્થીઓની ફીમાં વધારાથી તિબેટીયન વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થઈ રહ્યા છે. પત્રમાં ફરિયાદ કરવામાં આવી છે કે તિબેટીયન વિદ્યાર્થીઓને ભારતમાં શરણાર્થી તરીકે માનવાને બદલે તેમની સાથે ખોટી રીતે વિદેશી વિદ્યાર્થીઓ તરીકે વર્તે છે, જે યોગ્ય નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 27 નવેમ્બરનાં રોજ મોકલવામાં આવેલા એક પત્રમાં, વિદેશ મંત્રાલય અને માનવ સંશાધન વિકાસ મંત્રાલયને તાત્કાલિક આ મામલે હસ્તક્ષેપ કરવા કહેવામાં આવ્યું છે. તિબેટીયન પુનર્વસવાટ નીતિ હેઠળ દલાઈ લામાએ જે.એન.યુ. સહિત દેશની તમામ યુનિવર્સિટીઓને તિબેટીયન વિદ્યાર્થીઓ માટે વિશેષ છૂટની વિનંતી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
