મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજે એનસીસીના જવાનો દ્વારા આયોજીત મહાત્માની કર્મભૂમિ એવી ઐતિહાસિક દાંડીના મીઠાના સત્યાગ્રહ સ્મારકથી તેમની જન્મભૂમિ પોરબંદર સુધીની સાયકલ યાત્રાનો એનસીસીના બ્રિગેડીયર રમેશકુમાર સિંગે પ્રારંભ કરાવ્યો હતો.

અમદાવાદના એનસીસી હેડક્વાટર્સ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફિટ ઈન્ડિયા મુવમેંટના સંદેશ સાથે જ મહાત્મા ગાંધીજીના જીવનમાથી પ્રેરણા લઇને તેમના જીવન પર્યંત રહેલા 11 મુખ્ય ગુણોના સંદેશા સાથે 5 ગર્લ્સ અને 6 બોયઝ મળી 11 એનસીસી કેડેટેસ સાથે અમદાવાદના સીઓ 9 ગુજરાત બટાલીયનના કર્નલ દામોદરન પી તેમજ એસોસિએટ એનસીસી ઓફિસર લેફ્ટનન્ટ ઉર્વશી શર્માની આગેવાનીમાં ગુજરાતના યુવાનો વચ્ચે ગાંધીવાદી ફિલોસોફીને નવેસરથી ઊજાગર કરવાનો પ્રયાસ કરશે.
બાદમાં આજ એનસીસી કેડેટેસ ગાંધી વિચારના સંદેશ વાહક બનશે અને જનતા સુધી તેના પ્રસારનો પ્રયાસ કરશે. આજથી શરૂ થયેલી સાયકલ યાત્રા 11 દિવસ બાદ 29 સપ્ટેમ્બર, નાં રોજ પોરબંદરનાં કિર્તીમંદિરમાં ભવ્ય સમારંભ સાથે પૂર્ણ થશે. યાત્રા દરમિયાન એનસીસી કેડેટ્સ રોજ લગભગ 75 થી 80 કિલોમીટરનું સાયકલીંગ કરીને કુલ 800 કિલોમીટરનું અંતર કાપશે. રસ્તામાં અનેક એનસીસી કેડેટ્સ અને નાગરિકો યાત્રામાં જોડાશે અને સાયકલિસ્ટનો ઉત્સાહ વધારશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
