Not Set/ પાકિસ્તાન એરપોર્ટની આ મહિલા કર્મચારીની ભારતીય ગીત ગાવા બદલ કેવી હાલત થઇ, જુઓ

લાહોર પાકિસ્તાનમાં એરપોર્ટ સિક્યોરિટી ફોર્સે સોમવારે તેમની એક મહિલા કર્મચારીને પાકિસ્તાની ઝંડાની ટોપી પહેરી તે સમય એક ભારતીય ગીત ગાવા બદલ દંડ ફટકાર્યો હતો. 25 વર્ષીય આ મહિલાનો ગીત ગાતો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની જાણ થતા એએસએફના અધિકારીને  તપાસના આદેશ આપ્યા હતા. એએસએસની આચારસંહિતાના ઉલ્લંઘન બદલ મહિલા કર્મચારીનો 2 […]

Top Stories World

લાહોર

પાકિસ્તાનમાં એરપોર્ટ સિક્યોરિટી ફોર્સે સોમવારે તેમની એક મહિલા કર્મચારીને પાકિસ્તાની ઝંડાની ટોપી પહેરી તે સમય એક ભારતીય ગીત ગાવા બદલ દંડ ફટકાર્યો હતો. 25 વર્ષીય આ મહિલાનો ગીત ગાતો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની જાણ થતા એએસએફના અધિકારીને  તપાસના આદેશ આપ્યા હતા.

એએસએસની આચારસંહિતાના ઉલ્લંઘન બદલ મહિલા કર્મચારીનો 2 વર્ષના પગાર વધારા પર રોક લગાવી દીધી છે. એટલું જ નહિ પણ અધિકારીઓએ તેને ચેતવણી પણ આપી છે કે જો ભવિષ્યમાં પણ આચારસહિંતાનો જો કોઈ ભંગ થશે તો કડક પગલાં લેવામાં આવશે.

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના વખાણ કરવા બદલ મળી 10 વર્ષની જેલની સજા

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન તરફથી ભારત સાથે સંબંધ રાખનારા માટે આ કોઈ પ્રથમ વાર પગલાં નથી લેવામાં આવ્યા પણ ભૂતકાળમાં પણ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની તારીફ કરવા બદલ 22 વર્ષીય એક યુવકને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. વર્ષ 2016માં દ્રાજ નામક એક યુવાને વિરાટ કોહલીની પ્રશંસા કરી હતી તેટલું જ અહીં પણ પોતાના ઘરે ભારતનો તિરંગો પણ લહેરાયો હતો જેના લીધે તેને 10 વર્ષની જેલની સજા મળી હતી.