પશ્ચિમ બંગાળ સ્થિત હલ્દીયા પેટ્રોકેમિકલના નેપ્થા ક્રેકર યુનિટમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી. ઓછામાં ઓછા 10 થી 12 વ્યક્તિઓ આ ઘટના માં ઘાયલા થયાનું બહાર આવી રહ્યું છે. અનેક ફાયર ટેન્ડરો ઘટના સ્થળે સેવામાં લાગ્યા છે. નેપ્થા ક્રેકર યુનિટમાં સમારકામ દરમિયાન થયેલા વિસ્ફોટના પગલે આગ ફાટી નીકળી હતી.

ઘાયલ કામદારોને હોસ્પિટલમાં ખસેડવા માટે અનેક એમ્બ્યુલન્સને ઘટના સ્થળે દોડી આવી છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
હલ્દીયા પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ પશ્ચિમ બંગાળના રિવરપોર્ટ નગર હલ્દિયામાં સ્થિત છે, જે કોલકાતાથી લગભગ 125 કિલોમીટર દૂર છે. ફેક્ટરી પશ્ચિમ બંગાળની સરકાર, ધ ચેટર્જી ગ્રુપ, ભારતીય તેલ નિગમ સાથે ટાટા, વગેરે નું સંયુક્ત સાહસ છે.
West Bengal: More than 10 persons injured after fire breaks out at Naphtha Cracker Unit of Haldia Petrochemicals. Injured have been sent to a hospital in Kolkata for treatment. pic.twitter.com/WTcqW9shKW
— ANI (@ANI) September 20, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
