દેશની રાજધાની દિલ્હીમાં ચોરોની હિંમત એટલી વધી ગઈ છે કે હવે મંત્રીઓનાં ઘરો પણ સુરક્ષિત રહ્યા નથી. ગુનેગારો ખુલ્લેઆમ ગુનો કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જેમાં ચોરોએ કેજરીવાલ સરકારમાં આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનાં ઘરે જ ચોરી કરી હાથ સાફ કર્યો હતો. આરોગ્ય મંત્રીએ રવિવારે મોડી સાંજે એક ટ્વીટમાં આ માહિતી આપી હતી.
મંત્રી જૈને ટ્વીટ કર્યું હતું કે ‘સરસ્વતી વિહારમાં મારા મકાનમાં ચોરી થઈ છે. ચોરોએ ઘણા કલાકો સુધી મારા ઘરનાં તમામ ફ્લોરની શોધખોળ કરી. અસામાજિક તત્વો અને ચોરોને દિલ્હી પોલીસનો કોઈ ડર નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ સમક્ષ કરવામાં આવેલી ફરિયાદમાં મંત્રી જૈનની પત્ની પૂનમ જૈને જણાવ્યું હતું કે, ફ્લેટ છેલ્લા 6 મહિનાથી બંધ હતો.
Theft in my house at Saraswati Vihar. All floors searched thoroughly for hours. Anti social element and thieves have no fear of @DelhiPolice . pic.twitter.com/1JBkaa25NL
— Satyendar Jain (@SatyendarJain) September 22, 2019
તેમને પડોશીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ઘરનો મેઇનગેટ ખુલ્લો છે. આ પછી, મંત્રી સત્યેન્દ્ર જૈનનો આખો પરિવાર સરસ્વતી વિહારનાં ઈ બ્લોકમાં આવેલા ઘરે પહોંચ્યો હતો. પરિવારે જોયુ કે ઘરનાં દરેક ફ્લોરનાં સામાન છૂટાછવાયા પડ્યા હતા. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
