તાજેતરમાં એક વેબસાઇટએ તેના વિંટેજ બોહો ડ્રેસ સંગ્રહને રજૂ કર્યો હતો. જેમાં તે સલવાર વગર જ કુર્તા વેચી રહી હતી. જે બાદ તે વેબસાઈટે ની લોકોએ મજાક ઉડાવા માંડી હતી. રોજબરોજ ફેશનના ઘણા વિચિત્ર ટ્રેન્ડ જોવા મળે છે. પરંતુ અમે ઇંગ્લેન્ડની આવી જ એક રેટ્રો વેબસાઇટની વાતવ કરીશું. જેની ઓફર્સને લઈને તેને સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલ થવું પડ્યું છે. અને લોકો દ્વારા તેની ખૂબ જ હાંસી ઉડાવવામાં આવી છે.
આ વેબસાઈટે તાજેતરમાં તેના વિંટેજ બોહો ડ્રેસ કલેક્શન રજૂ કર્યું છે. જેમાં ભારતીય કપડાંની જગ્યાએ એટલે કે સલવાર સૂટ, ની જગ્યાએ માત્ર સલવાર વિના જ કુર્તાનુ વેચાણને સાઇટ પર ખુલ્લું મૂક્યું છે. તેની એક ભૂલ એક ટ્વિટર યુઝરે પકડી લીધી અને તેણે તેને સોશિયલ મીડિયા પર શેર કરી.
આ ટ્વીટ પછી, દરેક જણ આ વેબસાઇટની મજાક ઉડાવતા જોવા મળે છે. આ પછી કેટલાક લોકો ખૂબ ગુસ્સે છે. તેમનું કહેવું છે કે આ વેબસાઇટમાં એશિયન કપડાં વિશે કોઈ માહિતી નથી.
https://twitter.com/dxya_d/status/1170322062625296385
આ કુર્તીઓની કિંમત વિશે વાત કરવામાં આવે તો તે 100-200 થી ઉપર નહીં પણ 2000 ની ઉપર છે.
એક યુઝરે આ વિશે લખ્યું, ‘આ એક સારો રસ્તો છે, હું મારી વપરાયેલી કુર્તીને વિંટેજ બોહો ડ્રેસની જેમ 200 ડોલરમાં વેચીશ.’
https://twitter.com/dxya_d/status/1170322062625296385
ઘણા યુઝર્સસે સલવારની મઝાક ઉડાડતા લખ્યું છે, કે કદાચ તેનું વેચાણ અલગથી થઈ રહ્યું છે. જેમ કે “વિંટેજ બોહો હેરમ પેન્ટ્સ”.
તે જ સમયે, એક વપરાશકર્તાએ લખ્યું કે આ બીજો ફોટો તો એવો લાગે છે કે તે ખરેખર પોતાનું પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે.
https://twitter.com/_Neha_G/status/1171324771230838784
આ બધા ટ્વીટ્સ પછી, આ વેબસાઇટને કદાચ એવો વિચાર આવ્યો કે તેઓ સલવારને અલગથી નહીં વેચી શકે. જે બાદ તેણે પણ ટ્વિટ કરીને માફી માંગી છે. તેમણે કહ્યું, ‘અમે આ વસ્તુઓ અમારી વેબસાઇટ પરથી હટાવી દીધી છે. અમે આને અમારા સપ્લાયર્સ પાસેથી ‘વિંટેજ બોહો ડ્રેસ’ તરીકે ખરીદ્યું, તે માન્યતા સાથે વેચ્યા. આવા ગુના બદલ અમે માફી માંગીએ છીએ.’
https://twitter.com/dxya_d/status/1170322062625296385
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
