દિવસે ને દિવસે લોકોમાં પ્લાસ્ટિક અને તેના વેસ્ટ અંગે જાગૃતિ આવી રહી છે. પંચમહાલ જિલ્લાના શહેરામાં નગરપાલિકાનાં સેનેટરી ઈન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ તથા તેમની ટીમ સાથે શહેરા નગરમાં પ્લાસ્ટિક ઝુંબેશ માટે નીકળ્યા હતા.

દરમિયાન શહેરાનાં રેલવે સ્ટેશન રોડ પર આવેલ શીફા હોસ્પિટલ પાસેથી શહેરા નગરપાલિકાનાં સેનેટરી ઈન્સ્પેક્ટર તેમની ટીમ સાથે પસાર થઈ રહયાં હતા, તે દરમિયાન તેમની નજર શહેરા નગર પાલીકા વિસ્તારનાં રેલ્વે સ્ટેશન રોડ પર શીફા દવાખાના પાસે સળગતા કચરાના ઢગલા પર પડીહતી.

જેમાં હોસ્પિટલનો મેડિકલનો વેસ્ટ જેવો કે સીરીંજ, લોહીવાળા રૂ નાં પુમડાં અને અનેક મેડિકલમાં વપરાતી ચીજ વસ્તુઓ નજરે પડતા શીફા હોસ્પિટલનાં ડોક્ટરને નોટિસ આપવામાં આવી હતી. શિફા હોસ્પિટલનાં ડોક્ટર પાસેથી આ અંગે રૂપિયા પાંચ હજાર દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
