Not Set/ અમદાવાદ : ચાલુ ટ્રેનમાં ચઢતા પટકાયો યુવક, ભગવાન બની આવેલા RPFના જવાને બચાવ્યો

અમદાવાદ, અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે એક યુવક નીચે પટકાયો હતો. જો કે પ્લેટફોર્મ પર હાજર RPFમાં ફરજ બજાવતા કર્મચારીએ યુવકનો જીવ બચાવ્યો હતો યુવકે ટ્રેનના દરવાજે પગ મુકતાની સાથે જ બેલેન્સ ગમાવ્યું હતું અને નીચે પડ્યો હતો.આ દરમિયાન  RPFના જવાને સમય સૂચકતા વાપરીને ઝડપથી બચાવી લીધો હતો.જે બાદ યુવકે એક […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે એક યુવક નીચે પટકાયો હતો. જો કે પ્લેટફોર્મ પર હાજર RPFમાં ફરજ બજાવતા કર્મચારીએ યુવકનો જીવ બચાવ્યો હતો યુવકે ટ્રેનના દરવાજે પગ મુકતાની સાથે જ બેલેન્સ ગમાવ્યું હતું અને નીચે પડ્યો હતો.આ દરમિયાન  RPFના જવાને સમય સૂચકતા વાપરીને ઝડપથી બચાવી લીધો હતો.જે બાદ યુવકે એક વિડીઓ બનાવીને આરપીએફ જવાનનો આભાર પણ માન્યો હતો.

મળતી માહિતી અનુસાર અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશન પર અમદાવાદથી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસમાં ચાલુ ટ્રેનમાં ચડતી વખતે એક યુવક નીચે પટકાયો હતો તે સમયે પ્લેટફોર્મ પર હાજર RPFમાં ફરજ બજાવતા દિપક યાદવે યુવકની બચાવ્યો હતો, કાલુપુર રેલવે સ્ટેશનમાં  યુવક ચાલતી ટ્રેનમાં ચડ્યો હતો. દરવાજે પગ મુકતાની સાથે જ તેને બેલેન્સ ગુમાવી દીધું હતું અને નીચે પડ્યો હતો.

પ્લેટફોર્મ પર હાજર RPFના જવાને જોઈ જતા તેઓ તાત્કાલિક દોડ્યા હતા અને મદદ કરતા સરખેજનાં જીત કુમાર નામનાં યુવકનો જીવ બચી ગયો હતો. જે બાદ યુવકે એક વિડીઓ બનાવીને આરપીએફ જવાનનો આભાર પણ માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે આરપીએફ જવાન દ્વારા મુસાફરનાં જીવ બચાવવાની આ ત્રણ દિવસમાં ત્રીજી ઘટના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.