Navsari News : લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મળતા નથી જે કહેવત નવસારી જિલ્લામાં વધુ એક વાર સાર્થક થવા પામી છે નવસારી જિલ્લામાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસે કરોડો રૂપિયા લઈને પાકતી મુદતે વ્યાજ સાથે મુદ્દલ ન આપયા ની એક ફરિયાદ ચીખલી પોલીસ મથકે નોંધાવા પામી છે જેમાં એક જ પરિવારના ત્રણ મળી કુલ પાંચ દ્વારા 100 થી વધુ રોકાણકારોને કરોડો રૂપિયામાં નવડાવયા છે જેમાં એક હોમગાર્ડ જવાનનો પણ સમાવેશ થાય છે
ચીખલી ના કસ્બા ફળીયા ખાતે રહેતા સાગર દિલીપભાઈ રાઠોડ અને તેનો નાનો ભાઈ વિશાલ દિલીપભાઈ રાઠોડ તેમજ પત્ની ચૈતાલી સાગર રાઠોડ અને મજીગામ ખાતે રહેતા સાળા મીરલ મહેશભાઈ પટેલ દ્વારા વર્ષ 2019ના વર્ષમાં સમર ગ્રુપ નામનું ગ્રુપ બનાવી તેમાં સમગ્ર ગુજરાતમાં એજન્ટો મૂકી તેમની પાસે તેમજ એજન્ટ મારફતે રોકાણકારો પાસે રોકાણ ની સામે ઊંચા વળતરની લાલચ આપી ટુ બ્રધર્સ મ્યુચ્યુઅલ નિધિ લિમિટેડ નામની કંપની ખોલવાની છે,તેવી લોભામણી લાલચ આપી ૧૪૭ જેટલા રોકાણકારોને વિશ્વાસમાં લઈ કુલ 2,94,11,800 જેટલી રકમ ની છેતરપિંડી કરી પૈસા પરત ન કરતા રોકાણકારો દ્વારા ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે.આ સમગ્ર છેતરપિંડી ની શરૂઆત 2019 થી કરવામાં આવી હતી અને 2021 સુધી સૌથી વધુ રોકાણ કરાવ્યું હતું હાલ તો ચીખલી પોલીસે આ સમર ગ્રુપમાં ડિરેક્ટર એવા ચૈતાલી સાગર રાઠોડ અને તેનો ભાઈ જે ચીખલી પોલીસ માં હોમગર્ડ તરીકે ફરજ બજાવે છે એ મિરલ પટેલ તેમજ સમર ગ્રુપમાં નોકરી કરતા નવસારી ના એક કર્મચારી અનિલ રાઠોડ ની ચીખલી ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી સાગર રાઠોડ અને તેનો ભાઈ વિશાલ રાઠોડ ની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો: નવસારીમાં ક્વોરી એસેસિએશન દ્વારા કલેક્ટરને આવેદન અપાયુ
આ પણ વાંચો: નવસારીમાં રમઝટ ગ્રુપના આયોજિત ગરબામાં બબાલ
આ પણ વાંચો: નવસારીમાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ પ્રેમિકાનું મોત, પ્રેમીની ધરપકડ
