Navsari News/ નવસારીમાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ પ્રેમિકાનું મોત, પ્રેમીની ધરપકડ

પોલીસે મૃતક યુવતીના પિતાની ફરિયાદને આધારે આરોપી પ્રેમીની ધરપકડ કરી

Top Stories Gujarat Others

Navsari News : યુવાનોમાં પ્રેમ હવે ફક્ત આકર્ષણ બનીને રહી ગયો છે. થોડા દિવસ અગાઉ નવસારીની એક હોટલમાં અંગત પળો માણવા માટે આવેલા પ્રેમી પ્રેમિકા વચ્ચે બંધાયેલ શરીર સંબંધ બાદ પ્રેમીકાને વધુ પડતું લોહી વહી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતુ. આ ઘટનામાં પોલીસે મૃતક યુવતીના પિતાની ફરિયાદને આધારે આરોપી પ્રેમીની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 23 સપ્ટેમ્બરના રોજ ચીખલી તાલુકાના નોગામા ગામનો 26 વર્ષીય ભાર્ગવ પટેલ, બે વર્ષ અગાઉ સોશ્યલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી પ્રેમિકા બનાવેલી 23 વર્ષીય યુવતીને નવસારીના ગાંધી સ્મૃતિ રેલ્વે ફાટક નજીક આવેલ હેપી સ્ટે હોટલમાં અંગત પળો માણવાના ઇરાદે લઈ આવ્યો હતો.

બપોરના સમયે બંનેએ હોટલમાં શરીર સંબંધ બાંધ્યા, જેમાં યુવતીના ગુપ્તાંગમાંથી લોહી નીકળવાની શરૂઆત થતાં બંને ગભરાયા હતા. ભાર્ગવે યુવતીને દવાખાને અથવા હોસ્પિટલમાં ખસેડવાને બદલે લોહી કેવી રીતે બંધ કરવું એના માટે google સર્ચમાં વીડિયો સર્ચ કર્યા હતા. ત્યારબાદ પણ યુવતીને હોસ્પિટલ ખસેડવાને બદલે તેના મિત્રને ફોન કરી ઘટનાની જાણ કરી હતી અને તેનો મિત્ર આવ્યા બાદ તેઓ યુવતીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ સમગ્ર ઘટના દરમિયાન બે કલાક જેટલો સમય વીતી જતા, યુવતીના ગુપ્તાંગમાંથી મોટા પ્રમાણમાં લોહી વહી ગયું હતુ. બીજી તરફ ખાનગી હોસ્પિટલએ પણ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપતા, બંને યુવતીને સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી હતી.

સમગ્ર પ્રકરણમાં યુવતીના પિતાની ફરિયાદને આધારે પોલીસે તપાસ આરંભી હતી. જ્યારે યુવતીના મૃતદેહને સુરત ખસેડી ફોરેન્સિક PM કરાવડાવ્યું હતુ. PM રિપોર્ટમાં યુવતીના શરીરમાંથી એક તૃતીયાંશ લોહી વહી જતા અને ગભરાટને કારણે તેનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે ફરાર પ્રેમી ભાર્ગવ પટેલની ભારતીય ન્યાય સંહિતાની ધારા 105 અને 238 હેઠળ ગુનો નોંધી, ધરપકડ કરી હતી. જેને નવસારી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ભાર્ગવ પટેલ તેની પ્રેમિકાને હોટલમાં લાવ્યો એ અગાઉ યુવતીએ ક્યારેય શરીર સંબંધ બાંધ્યો ન હતો. પ્રથમવાર શરીર સંબંધ બાંધવાને કારણે યુવતીને ગુપ્તાંગમાંથી લોહી નીકળવું સામાન્ય માનવામાં આવે છે. તેની તાત્કાલિક સારવાર કરાવવામાં આવતે તો તેનો જીવ બચી શક્યો હોત. પરંતુ પ્રેમી ભાર્ગવ તેને હોસ્પિટલ લઈ જવાને બદલે ગુગલ સર્ચમાં લોહી બંધ કેવી રીતે કરવું તેના વીડિયો શોધતો રહ્યો હતો. જેમાં બે કલાક જેટલો સમય વીતી જતા યુવતીના શરીરમાંથી એક તૃતીયાંશ જેટલું લોહી વહી ગયું અને તેણે જીવ ગુમાવવો પડ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં પડ્યો વરસાદ, આજે સાત તાલુકામાં રેડ એલર્ટ

આ પણ વાંચો:નવરાત્રિમાં વરસાદની આગાહી કરતા ગરબા પ્રેમીઓ મુશ્કેલીમાં મુકાયા

આ પણ વાંચો:રાજ્યમાં મેઘરાજાના વધુ એક રાઉન્ડ, આજે આ જીલ્લામાં ભારે વરસાદની આગાહી