rohtak/ દુષ્કર્મ-હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા બાબા રામ રહીમને ગુપ્ત રીતે અપાઇ પૈરોલ

દુષ્કર્મ અને હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા ડેરા સચ્ચા સૌદાનાં વડા ગુરમીત રામ રહીમ સિંહને 24 ઓક્ટોબરનાં રોજ ગુપ્ત રીતે પૈરોલ આપવામાં આવ્યા હતા.

Top Stories India

દુષ્કર્મ અને હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા ડેરા સચ્ચા સૌદાનાં વડા ગુરમીત રામ રહીમ સિંહને 24 ઓક્ટોબરનાં રોજ ગુપ્ત રીતે પૈરોલ આપવામાં આવ્યા હતા. હરિયાણામાં, સીએમ મનોહર લાલ ખટ્ટરની આગેવાનીવાળી ભાજપ-જેજેપી ગઠબંધન સરકારે બાબ રામ રહીમને 24 ઓક્ટોબરનાં રોજ એક દિવસ માટે પેરોલ આપી હતી. દુષ્કર્મ અને હત્યાનાં કેસમાં દોષિત બાબા રામ રહીમ હરિયાણાની રોહતક જેલમાં બંધ છે.

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોનાં હવાલેથી જણાવ્યું છે કે, રામ રહીમને પોતાની બિમાર માતાને મળવા 24 ઓક્ટોબરનાં રોજ પૈરોલ આપવામાં આવ્યા હતા. રામ રહીમની માતા ગુરુગ્રામ હોસ્પિટલમાં દાખલ છે. માતાને મળવા માટે ગુરુમીત રામ રહીમને સુનિયાર જિલ્લાથી ભારે સુરક્ષાની સાથે ગુરુગ્રામની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, હરિયાણા પોલીસની 80 થી 100 જવાનોની એક ટીમ રામ રહીમને પોલીસ વાનમાં લઈને હોસ્પિટલ પહોંચી હતી. પોલીસ વાનની અંદર ચારે બાજુથી એક પડદો હતો. હોસ્પિટલનાં બેસમેન્ટ પાર્કિંગમાં પોલીસ વાન પાર્ક કરવામાં આવી હતી.

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાનાં જણાવ્યા અનુસાર રોહતક એસપી રાહુલ શર્માએ કહ્યું છે કે, તેમને જેલ અધિક્ષક દ્વારા રામ રહીમને ગુરુગ્રામની મુલાકાત માટે સુરક્ષા પૂરી પાડવા જણાવ્યું હતું. તેથી અમે 24 ઓક્ટોબરની સવારથી સાંજ સુધી રામ રહીમનું રક્ષણ આપ્યુ હતુ. હોસ્પિટલમાં જવા અને ત્યાથી જેલમાં આવવા સુધી તમામ શાંતિથી થયુ હતુ. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, માત્ર રાજ્યનાં સીએમ મનોહર લાલ ખટ્ટર અને હરિયાણા સરકારનાં કેટલાક વરિષ્ઠ અધિકારીઓને આની જાણકારી છે. પોલીસ જવાનોને પણ ખબર નહોતી કે તેઓ કોને સુરક્ષા આપી રહ્યા હતા.