વૈશ્વિક આતંકવાદી અને મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદને મદદ માટે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રનો સંપર્ક સંપર્ક સાધ્યો છે. પાકિસ્તાને, હાફિઝ તેના, માસિક ઘર ખર્ચ માટે બેંક ખાતાનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી હતી. જે બાદ યુએન કમિટીએ આતંકી હાફિઝ સઈદને તેના ખાતાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે.
પાકિસ્તાને 15 ઓગસ્ટે યુએનએસસીમાં એક પત્ર દાખલ કરીને સમિતિને અપીલ કરી હતી કે તેઓ આતંકવાદીઓ હાફિઝ સઇદ, હાજી મહમદ અશરફ અને ઝફર ઇકબાલને તેમના ખર્ચ માટે તેમના બેંક ખાતાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપે. જે બાદ સમિતિએ આ નિર્ણય લીધો છે.
યુએસનાં ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે 26/11 નાં મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ ને ખાસ વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. ઉપરાંત, હાફિઝ સઇદ વિશે માહિતી આપવા માટે લગભગ 70 કરોડ રૂપિયાનું (10 કરોડ ડોલર) ઇનામ રાખવામાં આવ્યું છે.
યુએન કમિટીએ તેનાં પત્રમાં કહ્યું છે કે હાફિઝ સઈદનાં પાયાનાં ખર્ચ અંગે પાકિસ્તાનની વિનંતી પર કોઈ વાંધો ન હોવાને, કારણે અધ્યક્ષે અપીલને મંજૂરી આપી દીધી છે.
યુએનએસસીની દરખાસ્તનું પાલન કરતી પાકિસ્તાની સરકારે હાફિઝ સઇદના બેંક ખાતાઓ સ્થગિત કરી દીધા હતા. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને વિનંતી કરી હતી કે હાફિઝ સઈદને બેંક ખાતાઓનો ઉપયોગ 1,50,000 પાકિસ્તાની રૂપિયા (લગભગ $ 1000) નો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે.
યુએન સુરક્ષા પરિષદ સમિતિને લખેલા પત્રમાં પાકિસ્તાને કહ્યું છે કે હાફિઝ સઇદ એકલા ચાર સભ્યોનું કુટુંબ ચલાવે છે, તેથી તેમને બેંક ખાતાઓનો ઉપયોગ કરવાની છૂટ મળવી જોઈએ.
પાકિસ્તાને આ પગલું ત્યારે લીધું છે જ્યારે તે આખી દુનિયામાં ઢીંઢેરો વગાડી રહ્યું છે કે તે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે. મે મહિનામાં પાકિસ્તાનનાં આતંકવાદ વિરોધી વિભાગે આતંકી ધિરાણનાં આરોપ હેઠળ હાફિઝ સઇદ અને જમાત-ઉદ-દાવાનાં ટોચનાં નેતાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. સઇદની પણ અધિકારીઓએ ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
