Not Set/ ગોંડલ નાગરિક સહકારી બેંકમાં લહેરાયો ભાજપનો ભગવો

હાલમાં જ ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી યોજાઇ હતી. ૫૦ હજારથી વધુ સભ્યો ધરાવતી ગોંડલ નાગરિક સહકારી બેંકનો ચૂંટણી જંગ ખેલાયો હતો. માત્ર ગોંડલ પંથકમાં જ નહિ, પરંતુ સૌરાષ્ટ્રભરમાં નામના ધરાવતી રાજકોટ, જસદણ, શાપર વેરાવળ સહિત આઠ જેટલી શાખા ધરાવતી ગોંડલ નાગરિક સહકારી બેંકની દસ વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી. હવે આ ગોંડલ નાગરિક સહકારી બેંકનું […]

Top Stories Gujarat Rajkot Videos

હાલમાં જ ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી યોજાઇ હતી. ૫૦ હજારથી વધુ સભ્યો ધરાવતી ગોંડલ નાગરિક સહકારી બેંકનો ચૂંટણી જંગ ખેલાયો હતો. માત્ર ગોંડલ પંથકમાં જ નહિ, પરંતુ સૌરાષ્ટ્રભરમાં નામના ધરાવતી રાજકોટ, જસદણ, શાપર વેરાવળ સહિત આઠ જેટલી શાખા ધરાવતી ગોંડલ નાગરિક સહકારી બેંકની દસ વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી.

હવે આ ગોંડલ નાગરિક સહકારી બેંકનું ચૂંટણી પરિણામ આવી ચુક્યું છે. નાગરિક બેંકના ચેરમેન તરીકે ફરી એક વખત ભાજપનાં જ્યંતિભાઈ ઢોલ ચૂંટાઈ આવ્યા છે. તો અગાઉ પણ જ્યંતીભાઈ ઢોલ ચેરમેન તરીકે જ હતાં. તો વાઈસ ચેરમેન તરીકે જયરાજસિંહ જાડેજાની વરણી થઈ છે. અને આ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.