Not Set/ Housefull 4 Trailer : અક્ષયની ફિલ્મનું કોમેડી ટ્રેલર જોઇ સિનેમાઘરોમાં શો થશે હાઉસફૂલ

મલ્ટિસ્ટારર ફિલ્મ ‘હાઉસફુલ 4’ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં બની રહી છે. આજે ‘હાઉસફુલ 4’ ફિલ્મનું કોમેડીથી ભરપુર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમા અક્ષય કુમાર એકવાર ફરી તમને પેટ પકડી હસાવવા જઇ રહ્યો છે. ફરહાદ સામજીનાં દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મ ‘હાઉસફુલ 4’ નું ટ્રેલર જોતાં જ તે ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગી છે. અક્ષય કુમારની […]

Uncategorized

મલ્ટિસ્ટારર ફિલ્મ ‘હાઉસફુલ 4’ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં બની રહી છે. આજે ‘હાઉસફુલ 4’ ફિલ્મનું કોમેડીથી ભરપુર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમા અક્ષય કુમાર એકવાર ફરી તમને પેટ પકડી હસાવવા જઇ રહ્યો છે. ફરહાદ સામજીનાં દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મ ‘હાઉસફુલ 4’ નું ટ્રેલર જોતાં જ તે ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગી છે.

Image result for housefull trailer

અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 4 નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય કૃતિ સેનન, કીર્તિ ખરબંદા, બોબી દેઓલ, રાણા દગ્ગુબાતી, પૂજા હેગડે અને ચંકી પાંડે જેવા સ્ટાર્સ જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન ફરહાદ સામજી કરી રહ્યો છે. દિવાળી નિમિત્તે હાઉસફુલ 4 રિલીઝ કરવામાં આવશે. ટ્રેલરને સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો ટ્રેલરને ખૂબ ગમાડી રહ્યા છે. લોકો તેને ફેમિલી એન્ટરટેઇનર ફિલ્મ કહી રહ્યા છે. તેને 2019 ની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મનું બિરુદ પણ આપવા લાગ્યા છે.

ફિલ્મમાં, વર્ષ 1419 અને 2019 માં હાજર પાત્રોની સફર પણ બતાવવામાં આવશે. ફરહાદ સામજી દિગ્દર્શિત આ ફિલ્મ ‘હાઉસફુલ’ ફ્રેન્ચાઇઝીનો ચોથો ભાગ છે, જેમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, પૂજા હેગડે, કૃતિ સેનન, બોબી દેઓલ, કૃતિ ખરબંદા અને રાણા દગ્ગુબતી સિવાય ચંકી પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.