Not Set/ સ્પોર્ટ્સ/ સૌરવ ગાંગુલીએ એમ.એસ.કે. પ્રસાદની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિની કરી છુટ્ટી

પસંદગી સમિતિનાં અધ્યક્ષ તરીકે એમ.એસ.કે. પ્રસાદનો અગત્યનો કાર્યકાળ રવિવારે સમાપ્ત થયો હતો, કારણ કે બીસીસીઆઈનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કર્યું છે કે તમે તમારા કાર્યકાળથી વધુ સમય સુધી પદ પર નહીં રહી શકો. પ્રસાદનાં કાર્યકાળની સમાપ્તિ એટલે કે સૌરવ ગાંગુલીની અધ્યક્ષતાવાળી બીસીસીઆઈ, જુના બંધારણ મુજબ ચાલે છે, જેની પસંદગી સમિતિ માટે મહત્તમ ચાર વર્ષનો કાર્યકાળ […]

Uncategorized

પસંદગી સમિતિનાં અધ્યક્ષ તરીકે એમ.એસ.કે. પ્રસાદનો અગત્યનો કાર્યકાળ રવિવારે સમાપ્ત થયો હતો, કારણ કે બીસીસીઆઈનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કર્યું છે કે તમે તમારા કાર્યકાળથી વધુ સમય સુધી પદ પર નહીં રહી શકો. પ્રસાદનાં કાર્યકાળની સમાપ્તિ એટલે કે સૌરવ ગાંગુલીની અધ્યક્ષતાવાળી બીસીસીઆઈ, જુના બંધારણ મુજબ ચાલે છે, જેની પસંદગી સમિતિ માટે મહત્તમ ચાર વર્ષનો કાર્યકાળ હતો. સુધારેલા બંધારણમાં મહત્તમ પાંચ વર્ષ કાર્યકાળની જોગવાઈ છે. પ્રસાદ અને ગગન ખોડાની નિમણૂંક 2015 માં કરવામાં આવી હતી અને તેમની જગ્યાએ નવા સભ્યો લેવામાં આવશે. હવે મોટો સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાની પસંદગી માટે કઇ સમિતિની રચના કરવામાં આવશે.

બીસીસીઆઈનાં પ્રમુખ સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈની 88 મી વાર્ષિક સામાન્ય સભા બાદ કહ્યું કે, કાર્યકાળ પૂરો થયો છે. તમે કાર્યકાળથી વધુ સમય માટે ઓફિસમાં રહી શકો નહી. તેઓએ સારું કામ કર્યું. જતીન પરાંજપે, શરનદીપ સિંહ અને દેવાંગ ગાંધી 2016 માં સિલેક્શન કમિટીમાં જોડાયા હતા અને તેમના કાર્યકાળનો હજી એક વર્ષ બાકી છે. તેમણે કહ્યું કે, અમે પસંદગીકારોનાં કાર્યકાળ નક્કી કરીશું. દર વર્ષે પસંદગીકારોની નિમણૂંક કરવી યોગ્ય નથી. પાંચ સભ્યોની પેનલનાં કાર્યકાળમાં ભારતીય ટીમે સારી સફળતા મેળવી હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓછા અનુભવને કારણે વારંવાર ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

બીજી તરફ, સૌરવ ગાંગુલી કહે છે કે પૂર્ણ-સમયની ક્રિકેટ સલાહકાર સમિતિની હવે જરૂર નથી, કારણ કે તેની ભૂમિકા માત્ર એક કે બે બેઠકો સુધી મર્યાદિત છે. બોર્ડનાં એજીએમ બાદ સૌરવ ગાંગુલીએ પત્રકારોને કહ્યું કે, સીએસી પાસે બહુ કામ નથી. અમે સીએસી વિશે વાત કરતા રહીએ છીએ પરંતુ સીએસીનું કામ કોચ અને પસંદગીકારોની નિમણૂંક કરવાનું છે. એકવાર પસંદગી સમિતિની નિમણૂંક ચાર વર્ષ માટે થાય છે, ત્રણ વર્ષ માટે કોચ, પછી પૂર્ણ સમય માટે સીએસીની શું જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.