Not Set/ ભારતે વિશ્વને “યુધ્ધ નહીં બુધ્ધ” આપ્યા છે, આજે પણ ભારત હાર્મની અને પિસનાં પક્ષમાં : UN મંચ પરથી PM મોદી

PM મોદીનું UN મહાસભામાં સંબોધન સંબોધનમાં સંભળાયા તાળીઓનાં ગળગળાટ “હાર્મની અને પિસ” – “વિશ્વ શાંતી અને વિશ્વ બંઘુત્વ” ભારતે વિશ્વને “યુધ્ધ નહીં પરંતુ બુધ્ધ” આપ્યા આતંકવાદ સહિતની સમસ્યા પણ ઉઠાવી PM મોદીએ પોતાની 7 દિવસીય અમેરિકા યાત્રાનાં આજે અંતિમ દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74 માં અધિવેશનને સંબોધીત કર્યું હતું.  PM મોદીએ વિશ્વ સમુુદાયને પોતાનાં સંબોધનમાં […]

India
  • PM મોદીનું UN મહાસભામાં સંબોધન
  • સંબોધનમાં સંભળાયા તાળીઓનાં ગળગળાટ
  • “હાર્મની અને પિસ” – “વિશ્વ શાંતી અને વિશ્વ બંઘુત્વ”
  • ભારતે વિશ્વને “યુધ્ધ નહીં પરંતુ બુધ્ધ” આપ્યા
  • આતંકવાદ સહિતની સમસ્યા પણ ઉઠાવી

PM મોદીએ પોતાની 7 દિવસીય અમેરિકા યાત્રાનાં આજે અંતિમ દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74 માં અધિવેશનને સંબોધીત કર્યું હતું.  PM મોદીએ વિશ્વ સમુુદાયને પોતાનાં સંબોધનમાં વર્ષો પહેલા ભારતનાં યુવા ધર્મગુરૂ અને સિધ્ધ પુરૂષ સ્વામી વિવેકાનંદ દ્વારા અમેરીકાનાં શિકાગોમાં કહેલ વાત યાદ અપાવતા કહ્યું કે, ભારત આજે પણ સ્વામી વિવેકાનંદની વાત ઉપર કાયમ છે અને અમે આજે પણ “હાર્મની અને પિસ” – “વિશ્વ શાંતી અને વિશ્વ બંઘુત્વ”માં માનીએ છીએ. PMની આ વાત પર UNની મહાસભામાં પણ તાળીઓ ગુંજી ઉઠી હતી.

PM દ્વારા કોઇનું પણ નામ લીધા વિના વિશ્વ શાંતીને ખતરારૂપ લોકોને વિશ્વમંચ પર થી ટોણો મારતા કહેવામાં આવ્યું છે ભારતે વિશ્વને “યુધ્ધ નહીં પરંતુ બુધ્ધ” આપ્યા છે. જ્યારે PM દ્વારા આ વાત કહેવામાં આવી ત્યારે સમગ્ર મહાસભા ગૃહ તોળીઓનાં ગળગળાટથી ગુંજી ઉઠ્યો હતો.

આંતકવાદ પર વિશ્વને એક થઇ લડવાની હાકલ કરવાની સાથે સાથે PM દ્વારા ગ્લોબલ વોર્મીંગનાં ક્ષેત્રમાં ભારત દ્વાર કરવામાં આવતા સકારાત્મક કામો અને વિશ્વમાં રીન્યુએબલ એનર્જી વિશે પણ ભારતનાં પ્રયત્નો વિશ્વ સમક્ષમ રાખવામાં આવ્યા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.