Not Set/ કુપવાડામાં આતંકીઓની વધુ એક ઘુષણખોરી નિષ્ફળ, બે આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરમાં કુપવાડાના માછીલ સેકટરમાં સેનાએ વધુ એક વાર આતંકીઓની ઘુષણખોરી નિષ્ફળ બનાવી છે. ગત રાત્રે એલઓસી પાસે આતંકીઓની ઘુષણખોરી દરમિયાન સેનાની જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ ઠાર થયા છે. જ્યારે આ સેકટરમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની શંકા છે. સેના અને આતંકીઓની જૂથ અથડામણ બાદ સેના દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. બીએસએફ દ્વારા જણાવામાં […]

India

જમ્મુ કાશ્મીરમાં કુપવાડાના માછીલ સેકટરમાં સેનાએ વધુ એક વાર આતંકીઓની ઘુષણખોરી નિષ્ફળ બનાવી છે. ગત રાત્રે એલઓસી પાસે આતંકીઓની ઘુષણખોરી દરમિયાન સેનાની જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ ઠાર થયા છે. જ્યારે આ સેકટરમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની શંકા છે. સેના અને આતંકીઓની જૂથ અથડામણ બાદ સેના દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

બીએસએફ દ્વારા જણાવામાં આવ્યું કે, પાકિસ્તાન તરફથી સતત ચાર દિવસથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ચાર દિવસમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા સીઝ ફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ થયો છે જ્યારે એક સ્થાનિક નાગરિક ઘાયલ થયો છે.