Not Set/ મંતવ્ય ન્યૂઝ સાથે અલ્પેશ ઠાકોરે કરી ખાસ વાતચીત, કહ્યુ-રાષ્ટ્રહીત અને વિસ્તારનાં વિકાસ પર રહેશે જોર

ભાજપે ગુજરાતની પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પાર્ટીએ 6 ઉમેદાવોરનાં નામ જાહેર કર્યા છે. જેમા આ પહેલા અલ્પેશ ઠાકોરને ટિકિટ મળશે કે કેમ તેના શંકાનાં વાદળો છવાયેલા હતા. જે મુદ્દો રાજનીતિક ચર્ચાનો વિષય પણ બન્યો હતો. પરંતુ ભાજપે દરેક અટકળોનો અંત લાવી અલ્પેશ ઠાકોરને તેની રાધનપુર બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યો […]

Top Stories Gujarat Others

ભાજપે ગુજરાતની પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પાર્ટીએ 6 ઉમેદાવોરનાં નામ જાહેર કર્યા છે. જેમા આ પહેલા અલ્પેશ ઠાકોરને ટિકિટ મળશે કે કેમ તેના શંકાનાં વાદળો છવાયેલા હતા. જે મુદ્દો રાજનીતિક ચર્ચાનો વિષય પણ બન્યો હતો. પરંતુ ભાજપે દરેક અટકળોનો અંત લાવી અલ્પેશ ઠાકોરને તેની રાધનપુર બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યો છે.

ભાજપે કુલ 6 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે, તો કોંગ્રેસ 4 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. જેમા ભાજપે રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરને જ્યારે બાયડ વિધાનસભા બેઠક પરથી ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવામા આવી છે. મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા અલ્પેશ ઠાકોરે તેમની પાર્ટીનાં એજંડાને રજૂ કર્યા હતા.

આ ખાસ વાતચીતમાં અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, ‘હુ મારી પાર્ટીનો આભાર માનુ છુ કે જેણે મને રાધનપુરથી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉતાર્યો છે. અમારો મુદ્દો રાષ્ટ્રહીત અને વિસ્તારનાં વિકાસનો છે. અનેક વિકાસનાં મુદ્દાઓને લઇને અમે જનતા સમક્ષ જઇ રહ્યા છીએ. એક ધારાસભ્ય તરીકે અસમર્થ હતો એટલે ભાજપ અને સરકારમાં જોડાયો છુ. એક બાજુ એક એવી પાર્ટી જેને રાષ્ટ્રહીતથી લેવા દેવા નથી, જેની કોઇ વિચારધારા નથી. તેમણે વધુમાં કહ્યુ કે, જે પાર્ટીની કોઇ વિચારધારા ન હોય, કોઇ દ્રષ્ટિકોણ ન હોય તેવી પાર્ટી સાથે હુ રહીને જનતાની સાથે અન્યાય ન કરી શકુ. મારા રાધનપુરનો વિકાસ સિવાય અન્ય ઘણા પ્રશ્નો છે જે તમામ પ્રશ્નોનાં નિરાકરણ માટે હુ પ્રતિબંધ છુ. એટલે જ હુ મા ખોડિયારનો આશિર્વાદ લેવા માટે આવ્યો છુ.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.