Not Set/ દુનિયાનાં સૌથી ભ્રષ્ટ અધિકારી પાસે મળી આવ્યુ 13 ટન સોનુ

એક એવા ભ્રષ્ટ અધિકારીનો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળી તમને તમારા કાન પર ભરોસો નહી થાય. એક એવો ભ્રષ્ટ અધિકારી કે જેની પાસેથી 13.5 ટન સોનું અને 2 લાખ 62 હજાર કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. આ ભ્રષ્ટાચારનો મામલો ચીનથી સામે આવ્યો છે. તે એક પાવરફૂલ કમ્યુનિસ્ટ અધિકારી પર છે. આરોપ છે કે […]

Top Stories World

એક એવા ભ્રષ્ટ અધિકારીનો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળી તમને તમારા કાન પર ભરોસો નહી થાય. એક એવો ભ્રષ્ટ અધિકારી કે જેની પાસેથી 13.5 ટન સોનું અને 2 લાખ 62 હજાર કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. આ ભ્રષ્ટાચારનો મામલો ચીનથી સામે આવ્યો છે. તે એક પાવરફૂલ કમ્યુનિસ્ટ અધિકારી પર છે. આરોપ છે કે તેણે લાંચમાં સોનું લીધું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભ્રષ્ટાચાર નિરીક્ષકે આ મહિનામાં ‘ઝાંગ કી’ નામનાં અધિકારીનાં ઘરે દરોડા પાડ્યા હતા, આ દરમિયાન અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. આ દરોડાને લગતા વીડિયોને ચીનમાં પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. શંકાસ્પદ ચીની અધિકારી ઝાંગ 58 વર્ષનો છે. તે હૈનાન પ્રાંતમાં ટોચનું સ્થાન ધરાવે છે. તેમને પદ પરથી હટાવવામાં આવ્યા છે. એવું પણ માનવામાં આવે છે કે તેણે લાંચ રૂપે ઘણા લક્ઝરી વિલા પણ લીધા હતા.

જો ઝાંગ સામેનો આરોપ સાચો સાબિત થાય છે, તો તે ચીનનાં સૌથી ધનિક વ્યક્તિ જૈક મા કરતા વધારે સંપત્તિવાળી વ્યક્તિ તરીકે ઓળખાશે. આ સમયે, ઝાંગ અધિકારીઓની દેખરેખ હેઠળ છે અને તપાસ ચાલુ છે. હેનાનની રાજધાની હૈકોઉની કમ્યુનિસ્ટ પાર્ટી સમિતિમાં ઝાંગ સચિવ રહી ચૂક્યા છે. તેની પાસે શહેરનાં મેયર સમાન અધિકાર હતા. આ સિવાય તે હૈનાન પ્રાંતની સ્થાયી સમિતિનાં સભ્ય પણ રહી ચૂક્યા છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.