કોરોના વાયરસની બીજી લહેરની ગતિ ધીમી પડી ગઈ છે. જોકે, કોરોના મહામારી આપણા વચ્ચેથી ખતમ થઇ નથી. હવે ચિંતા ત્રીજી લહેરની છે. આ વચ્ચે જીવલેણ વાયરસને રોકવાનું મોટું શસ્ત્ર એ રસીકરણ છે, આ રસીકરણ માટે, છેલ્લા દિવસે જ એક મહાન અભિયાન શરૂ કરાયું હતું. અહીં દેશમાં રાજકારણ પણ કોરોના અને વેકસીનનાં મુદ્દે ઉગ્રતાથી પોતાનો રંગ બતાવી રહ્યો છે. આ દરમ્યાન કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી કોરોના મહામારીને લઈને શ્વેતપત્ર જારી કરશે. રાહુલ ગાંધી આજે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને આ દરમ્યાન તેઓ કોરોના પર શ્વેતપત્ર જાહેર કરશે.
વેક્સિન સંકટ? / શું કોરોના રસી લગાવાથી નપુંસક અને વંધ્યત્વનું જોખમ? જાણો શું કહ્યું આરોગ્ય મંત્રાલયે
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દેશમાં ચાલી રહેલા કોરોના સંકટને લઈને મોદી સરકાર પર હુમલો કરી રહ્યા છે. આ કડીમાં, આજે તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરશે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આ સમય દરમ્યાન તે કોરોના પર શ્વેતપત્ર બહાર પાડશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાહુલ ગાંધીએ પરોક્ષ રીતે સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે તેમણે યોગ દિવસની પાછળ છુપાવવું જોઈએ નહીં. અગાઉ, તેમણે કોવિડ-19 મહામારીને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોનાં પરિવારોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવામાં કેન્દ્રની અસમર્થતાને લઇને સોમવારે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.
It’s #YogaDay
— Rahul Gandhi (@RahulGandhi) June 21, 2021
ભાવ વધારો / છેલ્લા એક મહિનામાંં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં લાગી આગ, આજે ફરી વધ્યો ભાવ
રાહુલ ગાંધીએ ટિ્વટ કર્યું હતું કે, જીવનની કિંમચ લગાવવી અસંભવ છે – સરકારનું વળતર માત્ર થોડી મદદ છે પરંતુ મોદી સરકાર તે કરવા માટે પણ તૈયાર નથી. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો, “પહેલા કોવિડ મહામારીમાં સારવારનો અભાવ, પછી ખોટા આંકડાઓ અને આ બધા વચ્ચે સરકારની આ ક્રૂરતા…..

