Not Set/ ૬૭ વર્ષના મૌલવીએ ૯ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો, નરાધમે માસુમની એવી હાલત કરી કે સાંભળી તમારું કાળજું કાંપી જશે

નવી દિલ્હી, દિલ્હીમાં મદરસામાં એક મૌલાના દ્વારા નવ વર્ષની માસુમ બાળકી પર રેપ કર્યાની ઘટના સામે આવી છે.આ આરોપ ૬૭ વર્ષીય મૌલાના મોહમ્મદ ઝફીર આલમ પર લગાવવામાં આવ્યો છે.આ મદરસા એ દિલ્હીના બવાના જેજે કોલોની વિસ્તારમાં આવેલી છે. આજુબાજુના વિસ્તારમાં ઝુંપડીમાં રહેતા લોકો અહી ભણવા માટે આવે છે. ૬૭ વર્ષીય મૌલાના મોહમ્મદ ઝફીર આલમએ ઘણા […]

Top Stories

નવી દિલ્હી,

દિલ્હીમાં મદરસામાં એક મૌલાના દ્વારા નવ વર્ષની માસુમ બાળકી પર રેપ કર્યાની ઘટના સામે આવી છે.આ આરોપ ૬૭ વર્ષીય મૌલાના મોહમ્મદ ઝફીર આલમ પર લગાવવામાં આવ્યો છે.આ મદરસા એ દિલ્હીના બવાના જેજે કોલોની વિસ્તારમાં આવેલી છે. આજુબાજુના વિસ્તારમાં ઝુંપડીમાં રહેતા લોકો અહી ભણવા માટે આવે છે. ૬૭ વર્ષીય મૌલાના મોહમ્મદ ઝફીર આલમએ ઘણા આ મદરસામાં અરબી ભાષાના શિક્ષક છે.

તમને જણાવી દઈએ કે મદરસાએ એક વિદ્યાલય છે કે જ્યાં ઇસ્લામિક ધર્મના કાયદા કાનુન, અરબી ભાષાનું વ્યાકરણ, સાહિત્ય,ગણિત અને પ્રાકૃતિક વિજ્ઞાનનું જ્ઞાન આપવામાં આવે છે.

શનિવારે સાંજે મદરસાના મૌલાનાએ સાત વાગ્યા આસપાસ બધા બાળકોને ઘરે મોકલી દીધા. જયારે આ બાળકીને ૫ રૂપિયા આપીને ત્યાં રોકવા કહ્યું. આ માસુમ મૌલાનાને દાદા કહેતી હતી તેમના કહેવા પર તે ત્યાં રોકી ગઈ પણ તેને ખબર નહતી કે જેને તે દાદા કે છે તે મૌલાના જ તેની સાથે આ કૃત્ય કરશે.

મદરસામાં માત્ર મૌલાના જ અને આ બાળકી જ હતા. થોડીવાર બાદ મૌલાના એ મદરસાનો દરવાજો બંધ કરી દીધો અને બાળકીના કપડા ઉતારી દીધા. તે બુમો ન પડે એટલે તેના મોઢામાં કપડાનો ડૂચો ભરવી દીધો અને એક હેવાનની જેમ તેનો રેપ કર્યો. એટલું જ નહી પણ બાળકીને ધમકી પણ આપી કે જો તે આ વાતનું કોઈને કહેશે તો તેને જાનથી મારી નાખશે. આવી ધમકી સાંભળી બાળકી ડરી ગઈ તેને પોતાના ઘરે પણ આ વાત કોઈ ને ના કીધી.

થોડા દિવસો બાદ બાળકીની તબિયત બગડવા લાગી. તેને બ્લીડીંગ લગાતાર થવા લાગ્યું અને અસહ્ય પેટમાં દુઃખાવો થવા લાગ્યો. પરિવારજનોને ચિંતા થતા તેઓ બાળકીને હોસ્પિટલ લઇ ગયા. હોસ્પીટલમાં ચેક અપ દરમ્યાન ડોક્ટરને થોડી શંકા ગઈ. આથી પુછતાછ દરમ્યાન બાળકીએ તેની સાથે શું થયું હતું તે જણાવ્યું.

દિલ્હીના નરેલા પોલીસ સ્ટેશનમાં આ મામલા પર ફરિયાદ નોંધાઈ. બાળકીને પોલીસે બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરી હતી અને તે દરમ્યાન આ વાતનો ખુલાસો થયો હતો. હાલ પણ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરી છે.

દિલ્હીના મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ પણ હોસ્પિટલ બાળકીને મળવા પહોચી ગયા હતા. સ્વાતિએ કહ્યું કે, આપણો દેશ શું પાકિસ્તાનથી પણ જાય એવો છે. ત્યાં બળાત્કારીને ડીએનએ ટેસ્ટ કરીને આરોપીને ફાંસીની સજા આપવામાં આવે છે. હમણાં જયારે ૮ મહિનાની બાળકી પર રેપ થયો હતો, ત્યારે ૨૭ દિવસ સુધી હું ઘરે નહતી ગઈ તે બાળકીને ન્યાય અપાવવા માટે, પણ કઈ ફાયદો નથી થતો. રેપ રોકો આંદોલનમાં અત્યર સુધી ૧ લાખ જેટલા લોકો જોડાયા છે અને અમે માનનીય વડાપ્રધાનને આજીજી કરવાના છીએ કે બળાત્કારી આરોપીને ૬ મહિનાની અંદર જ ફાંસીની સજા આપી દેવામાં આવે. ક્યાં સુધી આવી માસુમ દીકરીઓ હેવાનનો ભોગ બનતી જશે અને આપણે શાંતિથી તમાશો જોતા રહીશું !

ઝુંપડીમાં વસવાટ કરતા લોકો ભરોષો કરીને તેમના બાળકોને ભણવા માટે મૌલાના પાસે મોકલે છે અને ૬૭ વર્ષીય મૌલાનાનું શરમજનક કૃત્યને પગલે સ્થાનિક લોકોમાં ઘણો રોષ વ્યાપ્યો છે અને મૌલાનાને ફાંસીની સજા મળવી જોઈએ તેવી માંગ કરી છે. હાલ મૌલાના નરેલા પોલીસ સ્ટેશનમાં પોલીસની ધરપકડ હેઠળ છે અને પોલીસ આ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે.

આ વર્ષના જ જાન્યુઆરી મહિનામાં દિલ્હીમાં ૮ મહિનાની બાળકી પર તેના જ ૨૮ વર્ષીય પિતરાઈ ભાઈએ રેપ આચર્યો હતો અને કાનુન તરફથી આરોપીને હજુ સુધી કોઈ સજા નથી અપાઈ.