આફ્રિકાનો દેશ દક્ષિણ સુડાનની હાલત દિવસે ને દિવસે અત્યંત ભયાનક થતી જાય છે. સંયુક્ત રાષ્ટ્રએ હાલમાં માનવ અધિકારની સ્થિતિ ને લઈને એક રીપોર્ટ જાહેર કર્યો છે જેના અનુસાર સુડાનની હાલત ખુબ ખરાબ છે. તમને જાણીને નવી લાગશે કે અહિયાં બાળકોને તેની માતા પર થતા બળાત્કાર જોવા માટે મજબુર કરવામાં આવે છે. એટલું જ નહિ પણ બાળકો સામે જ તેના પરિવારજનો કે તેમના માતા-પિતાની હત્યા કરી દેવાય છે. રીપોર્ટમાં જણાવ્યું છે કે આવી હરકત કરીને સુડાનએ યૌન હિંસાની ચરમસીમાને હટાવી દીધી છે.
માનવતા વિરુદ્ધ આ કૃત્ય કરવામાં યુએનના રીપોર્ટ પ્રમાણે ત્યાના ૪૦ અધિકારીઓ સામેલ છે.આ અધિકારીમાં ૪ કર્નલ અધિકારી અને ૩ સ્ટેટ ગવર્નર પણ સામેલ છે. ઉપરાંત અહી બતાવેલી તસવીર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે લીધેલી છે.
તમને જણાવી દઈએ કે દક્ષિણ સુડાન વર્ષ ૨૦૧૧માં આઝાદ થયું હતું તેમ છતાં પણ વર્ષ ૨૦૧૩માં ઘણી જગ્યાએ યુદ્ધ થયા હતા. વર્ષ ૨૦૧૫માં સમાધાન કરીને ૨૦૧૫માં શાંતિ સ્થાપિત થઇ ગઈ હતી પરંતુ હિંસાનો દોર લગાતાર ચાલુ જ રહ્યો છે. દક્ષિણ સુડાનની સરકારને આ હિંસામાં ઉચ્ચ અધિકારો પણ સામેલ છે તેની જાણ થતા તેમણે જાહેરાત કરી છે કે જે પણ આ પરિસ્થિતિ પાછળ સામેલ છે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.