Not Set/ છ દિવસ જમીનમાં ખોદકામ કર્યા બાદ પોલીસને યુવકની લાશના ટુકડા લાગ્યા હાથ

કચ્છ કચ્છ જીલ્લાના માંડવી તાલુકામાં મોટા ભાડિયા ગામે એક યુવકની હત્યા કરીને તેને ૮૦ ફૂટ ઊંડા બોરના ખોળામાં ફેંકી દીધો હતો. પોલીસે યુવકની લાશને મેળવવા માટે ૮૦ ફૂટ સુંધી ખોદકામ કરવું પડ્યું. છ દિવસ સુંધી જમીનમાં ખોદકામ કર્યા બાદ યુવકની ટુકડા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. કચ્છના માંડવી તાલુકાના  મોટા ભાડીયા […]

Top Stories

કચ્છ

કચ્છ જીલ્લાના માંડવી તાલુકામાં મોટા ભાડિયા ગામે એક યુવકની હત્યા કરીને તેને ૮૦ ફૂટ ઊંડા બોરના ખોળામાં ફેંકી દીધો હતો. પોલીસે યુવકની લાશને મેળવવા માટે ૮૦ ફૂટ સુંધી ખોદકામ કરવું પડ્યું. છ દિવસ સુંધી જમીનમાં ખોદકામ કર્યા બાદ યુવકની ટુકડા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી.

કચ્છના માંડવી તાલુકાના  મોટા ભાડીયા ગામના દેવાંધ ગઢવી નામના 18 વર્ષીય યુવાનની ચકચારી હત્યા કર્યા બાદ આરોપીઓ એ લાશના કટકા કરીને ગામના અવાવરું ૮૦ ફૂટ બોરના ખાડામાં નાખી દીધા હતા. જે બનાવમાં પોલીસતંત્ર દ્વારા છેલ્લા છ દિવસથી ભાડીયા ગામના ઊંડા બોર કુવાનું ખોદકામ હાથ ધરાયુ હતું. જેમાં અંતે તંત્રને સફળતા પ્રાપ્ત થઈ છે.

સતત છ દિવસના ખોદકામ બાદ આજે બોરનું ખોદકામ પૂર્ણ થયું છે અને આજે દેવાંધ ગઢવીની લાશના કટકા બહાર કાઢવામાં આવ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તજજ્ઞોની હાજરીમાં પાઈપમાં ફસાયેલાં માનવ અંગો બહાર કાઢવામાં આવ્યા હતા.

પાઈપમાંથી મસ્તક સાથેનું ધડ અને બે-બે હાથ-પગ એમ મૃતદેહના પાંચ ટૂકડા મળી આવ્યાં છે. પોલીસને ચંપલ પેન્ટ-શર્ટ વગેરે મળ્યાં છે. હાલ સ્થળ પર એફએસએલ નિષ્ણાતો દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.

ઘટનાસ્થળે પોલીસ, એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ, ડૉગ સ્ક્વૉડ, એસઓજી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના  અધિકારીઓ હાજર છે. લાશના કટકા બહાર કાઢવાના હોવાથી ઘટના સ્થળે ભાડીયાં ગામના ગ્રામજનો, મૃતક દેવાંગ ગઢવીના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તપાસ પૂર્ણ થયા બાદ લાશના ટુકડાઓને ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે માંડવી પંથકમાં ચકચારી મચાવનારો આ પ્રથમ બનાવ છે. પોલીસે ખોદકામ કરવામાં ખુબ જ મેહનત કરવી પડી હતી. કારણ કે જેમ જેમ ઊંડાણમાં ખોદકામનું કામ જતું તેમ તેમ નીચે વધુ પથરાળ જમીન આવી રહી હતી જેના કારણે છ દિવસ ખોદકામ કર્યા બાદ યુવકની લાશના ટુકડા મળી આવ્યા હતા.

લાશના ટુકડાને ફોરેન્સિક લેબમાં તપાસ અર્થે મોકલી આપવામા આવ્યા હતા. એફ એસ એલનાં અધિકારીઓએ ડોગ સ્કવોર્ડને કામે લગાડી વધુ તપાસ હાથ ધરી છે.