વિવાદ/ ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતે અમેરિકા રાષ્ટ્રપતિ બિડેનને શું લખ્યું કે તેમનું ટ્વિટ વાયરલ…

ખેડૂતોના નેતા રાકેશ ટીકૈતના ટ્વીટને કારણે નવો વિવાદ ઉભો થયો છે. શુક્રવારે રાકેશ ટીકૈતે એક ટ્વીટમાં યુએસ પ્રમુખ જો બિડેન પાસેથી મદદ માંગી છે

Top Stories

ત્રણ નવા કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના આંદોલનના નેતા રાકેશ ટીકૈતના ટ્વીટને કારણે નવો વિવાદ ઉભો થયો છે. શુક્રવારે રાકેશ ટીકૈતે એક ટ્વીટમાં યુએસ પ્રમુખ જો બિડેન પાસેથી મદદ માંગી છે અને તેમને ત્રણ કૃષિ કાયદા રદ કરવા દરમિયાનગીરી કરવા કહ્યું છે જો બિડેનને ટેગ કરતા રાકેશ ટીકૈતે લખ્યું, ‘ડિયર જો બિડેન, અમે ભારતીય ખેડૂતો મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા સામે આંદોલન કરી રહ્યા છીએ. આંદોલન  છેલ્લા 11 મહિનામાં 700 ખેડૂતોના મોત થયા છે. અમારી સુરક્ષા માટે આ કાયદાઓ પરત લેવા જોઈએ. પીએમ નરેન્દ્ર મોદી સાથેની બેઠક દરમિયાન અમારી ચિંતાઓનું પણ ધ્યાન રાખશો.

 

 

તેમના ટ્વિટ પછી, #Biden_SpeakUp4Farmers ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે જ ક્વાડ દેશોના નેતાઓને મળવા જઈ રહ્યા છે. ભારત અને અમેરિકા સિવાય આ દેશોમાં જાપાન અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે. ખેડૂતો ત્રણ કૃષિ કાયદાઓ સામે આંદોલન કરીને એક વર્ષ પૂર્ણ કરવાના છે. ગયા વર્ષે ઓક્ટોબરની શરૂઆતમાં આંદોલન શરૂ થયું હતું. આ વર્ષની શરૂઆતમાં, પોપ સ્ટાર રિહાન્ના, ગ્રેટા થનબર્ગ અને પોર્ન સ્ટાર મિયા ખલીફા સહિત ઘણી વિદેશી હસ્તીઓએ આ કાયદાઓ પર ટિપ્પણી કરી હતી.