અક્ષય કુમાર દરેક જોનરની ફિલ્મો કરવા માટે જાણીતા છે. અક્ષય દરેક પાત્રમાં સરળતાથી રમી જાય છે, પછી ભલે તે કોમેડી હોય કે ઈમોશનલ. હવે અક્ષયની ફિલ્મ લક્ષ્મી બોમ્બનું પોસ્ટર પણ સામે આવ્યું છે. પોસ્ટરમાં અક્ષય ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. અક્ષય કપાળ પર મોટી લાલ બિંદી, લાલ સાડી અને મીડિલ પાર્ટેડ બનમાં એકદમ પાવરફૂલ લાગી રહ્યો છે. તેના લુકને સોશિયલ મીડિયા પર પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરતા અક્ષયે લખ્યું છે – નવરાત્રી, દેવીને નમન કરવા અને તેમની અનહદ શક્તિની ઉજવણી કરવા વિશે છે. આ શુભ પ્રસંગે હું લક્ષ્મી તરીકે તમારી સાથે મારો લૂક શેર કરી રહ્યો છું. પાત્ર હું ઉત્સાહિત અને નર્વસ છું. પરંતુ જીવન તેના કમ્ફર્ટ ઝોનને સમાપ્ત કર્યા પછી જ શરૂ થાય છે. છે ને?
Navratri is about bowing to the inner goddess and celebrating your limitless strength.On this auspicious occasion,I am sharing with you my look as Laxmmi.A character I am both excited and nervous about… but then life begins at the end of our comfort zone…isn’t it? #LaxmmiBomb pic.twitter.com/TmL9U1OXdk
— Akshay Kumar (@akshaykumar) October 3, 2019
આપને જણાવી દઈએ કે લક્ષ્મી બોમ્બ તમિલ ફિલ્મ કંચનાની રિમેક છે. અક્ષય કુમાર લક્ષ્મી બોમ્બમાં મુખ્ય ભૂમિકામાં રહેશે. કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં રહેશે. ફિલ્મમાં અક્ષય કુમાર ટ્રાન્સજેન્ડર ભૂત તરીકે દેખાશે. આ ફિલ્મ વિશે તેવું પણ રણકવામાં આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મમાં ટ્રાંસજેન્ડર ભૂતની ભૂમિકા નિભાવતા નજરે પડે છે.
દિગ્દર્શક રાઘવ લોરેન્સ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. આ મૂવી 5 એપ્રિલ 2020 ના રોજ રીલિઝ થશે. તેનું નિર્માણ તુષાર કપૂર અને શબીના ખાન કરી રહ્યા છે. આ ફિલ્મની વાર્તા હાઉસફુલ 4 ના ડિરેક્ટર ફરહદ સંજીએ લખી છે. આ ફિલ્મમાં આર માધવન અને શોભિતા ધૂલીપાલા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
