Not Set/ રિયા ચક્રવર્તીએ અંકિતા લોખંડે પર સાંધ્યું નિશાન, કહ્યું – તેણે તો સુશાંતની વિધવાનું…..

રિયા ચક્રવર્તી હવે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ખુલીને સામે આવી રહી છે. હવે તાજેતરમાં જ રિયાએ એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અંકિતા લોખંડે પર  નિશાન સાંધ્યું છે. રિયાએ એક ન્યૂઝ ચેનલને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ‘અંકિતા સુશાંતને પ્રેમ કરતી હતી, તો પછી તે કેમ મારા દુઃખને સમજી નથી શકતી. તેણે 4 વર્ષ સુધી સુશાંત […]

Uncategorized

રિયા ચક્રવર્તી હવે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ખુલીને સામે આવી રહી છે. હવે તાજેતરમાં જ રિયાએ એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અંકિતા લોખંડે પર  નિશાન સાંધ્યું છે.

રિયાએ એક ન્યૂઝ ચેનલને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ‘અંકિતા સુશાંતને પ્રેમ કરતી હતી, તો પછી તે કેમ મારા દુઃખને સમજી નથી શકતી. તેણે 4 વર્ષ સુધી સુશાંત સાથે વાત કરી નહોતી, આ તેમનું આપેલું જ નિવેદન છે. તે તેમના ઘરે રહેતી હતી. તેણે માત્ર એક પેમેન્ટની તસ્વીર બતાવી છે, બીજો નહીં અને સુશાંત અને અંકિતાના મિત્ર એવા કોઈ બીજા સાથે સંબંધમાં રહેતી વખતે તેણે (અંકિતા લોખંડે) કેટલી સરળતાથી સુશાંતની વિધવા જેવું રૂપ લીધું છે. , તે પણ તેમના સંબંધ દરમિયાન. સુશાંતનો તેના બોયફ્રેન્ડ (વિકી જૈન) સાથેનો ફોટો પણ છે.

આપણ વાંચો: CBI એ રિયા ચક્રવર્તીની કરી પૂછપરછ , સુશાંત વિશે પૂછ્યા આ પ્રશ્નો

રિયાએ વધુમાં કહ્યું કે, ‘મને તે ખૂબ વિચિત્ર લાગે છે કે તેમના (સુશાંત) એકમાત્ર મિત્ર સાથેના સંબંધમાં છે અને તે પોતાના ઘરે જ રહેતી હતી. તેણીએ તેમની સાથે 4 વર્ષ સુધી વાત પણ નહોતી કરી, તેને 1 વર્ષ પહેલા સુશાંતને કોલ કર્યો હતો અને કહ્યું હતું કે હું સુશાંતને હેરેશ કરું છું પણ તમે તેની સાથે વાત કરી નથી અને તમે તેના ઘરે રહ્યા છો. તમે જૂઠું બોલો. ‘

આપણ વાંચો: સુશાંત મામલે ભાજપનાં નેતાએ આદિત્ય ઠાકરે પર કર્યા પ્રહાર, કહી આ મોટી વાત

આપને જણાવી દઈએ કે સીબીઆઈએ શુક્રવારે લગભગ 10 કલાક સુધી રિયાની પૂછપરછ કરી હતી. આ દરમિયાન સીબીઆઈ અધિકારીઓએ રિયાને આ કેસ સાથે જોડાયેલા અનેક પ્રશ્નો પૂછ્યા. પૂછપરછ પુરી થયા બાદ રાત્રે 9 વાગ્યાની આસપાસ રિયા તેના ઘરે જવા રવાના થઈ હતી. સીબીઆઈની પૂછપરછ માટે રિયા વહેલી સવારે ડીઆરડીઓ ગેસ્ટહાઉસ પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.