ભગવાન શ્રીકૃષ્ણ આપણા તહેવારો, આપણો ધર્મ અને આપણા સંસ્કારોમાં સમાયેલા છે. આજે પણ આપણા જીવનની રોજિંદી ઘટનાઓમાં કૃષ્ણનું ક્યાંક ને ક્યાંક પ્રતિબિંબ પડે છે. ભગવાન કૃષ્ણની જીવનકથા તો લગભગ બધાએ સાંભળી જ હશે… અનેક વાર કૃષ્ણ જીવન ભલે સામે આવ્યું હોય, છતાં કૃષ્ણના જીવનની અમુક વાતો એવી છે જેના વિશે તમને ખ્યાલ નહી હોય. આજે અમુક તથ્યો કૃષ્ણ વિશે જાણીએ. જે ખરેખર તમને અજાણ્યા જ લાગશે.

મહાભારત પૂર્ણ થયું પછી ભગવાન કૃષ્ણ કેટલું જીવ્યા? —
મહાભારતનો સમયગાળો સામાન્ય રીતે આજથી ૫,૦૦૦ વર્ષ પૂર્વેનો કહેવામાં આવે છે. અમુક કહે છે ઇસા પૂર્વે ૩૧૩૭નો, તો અમુક ઇસા પૂર્વે ૩૦૬૭ની સાલ પણ કહે છે. મહાભારતનું યુધ્ધ પૂર્ણ થયા પછી ભગવાન શ્રીકૃષ્ણ ૩૫ વર્ષ જીવિત રહ્યા હોવાનું કહેવાય છે.

કેટલાં વર્ષ જીવ્યા ભગવાન શ્રીકૃષ્ણ? —
એ વાત તો પાકી છે, કે દ્વાપરના એ યુગમાં મનુષ્યની સરેરાશ આયુષ્ય ૧૦૦ વર્ષથી તો ઉપર ચાલી જ જતી. અર્જુન કુરુક્ષેત્રના રણમેદાનમાં ઉતર્યો ત્યારે એની ઉંમર ૬૦ વર્ષની હોવાનું કહેવાતું અને એ ભરજુવાની હતી! ભગવાન શ્રીકૃષ્ણ વિશે કહેવાય છે કે તેઓ ૧૨૫ વર્ષથી વધારે જીવ્યા હતા.

મહાભારતના યુધ્ધ વખતે કૃષ્ણની ઉંમર કેટલી? —
આ રસપ્રદ સવાલનો જવાબ આપવા પાછળ બ્રિટનની એક યુનિવર્સિટીમાં થયેલાં સંશોધનને આધારભૂત ગણીએ તો કહી શકાય કે મહાભારતના યુધ્ધ વખતે ભગવાન કૃષ્ણની ઉંમર ૫૫ વર્ષ હતી. (યાને ભરજુવાની!) બ્રિટનના મૂળે ભારતીય એવા મનિષ પંડિતનું સંશોધન આવું તથ્ય સાબિત કરે છે.
જન્મ સમયના સંયોગ શું હતા? —
ભગવાન શ્રીકૃષ્ણનો મનુના આઠમા વૈવસ્વતના ૨૮મા દ્વાપરમાં દેવકીના ૮માં પુત્ર તરીકે થયો હતો. એ વખતે ભાદ્રપદના કૃષ્ણ પક્ષની રાત્રિના સાત મુહૂર્ત વીતી ચૂક્યાં હતાં અને આઠમું પ્રહર ચાલુ હતું. નક્ષત્ર રોહિણી હતું, જયંતિનો સંયોગ બનતો હતો અને મધરાતના વખતે શૂન્યકાળ હતો. સાલ ૩૧૧૨ ઇસા પૂર્વની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
