દિલ્હીનાં પુલ પ્રહલાદપુર વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં બે નામી બદમાશોની મોત થઇ ગઇ છે. બદમાશોનું નામ રાજા કુરેશી અને રમેશ બહલપુર છે. સોમવારે સવારે 5.00 વાગ્યે દિલ્હી પોલીસની વિશેષ સેલ સાથે એન્કાઉન્ટરમાં તેનું મોત નીપજ્યું હતું. બંને તરફથી 30 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને ગુનેગારો ઘણા કેસોમાં ફરાર હતા. જેમા તાજેતરમાં કરાવલ નગરમાં થયેલ હત્યાનો કેસ સામેલ છે.
Delhi: Two criminals, Raja Qureshi and Ramesh Bahadur, killed in an encounter with Delhi Police Special Cell in Pul Prahladpur area, today around 5 AM. 30 rounds of bullets were fired from both the sides. The two criminals were wanted in multiple cases of crime. pic.twitter.com/4fdNOJzn4v
— ANI (@ANI) February 17, 2020
આ ઘટના અંગે માહિતી આપતાં દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે સોમવારે સવારે બે નામી બદમાશો રાજા કુરેશી અને રમેશને પ્રહલાદપુર વિસ્તારમાં ઘેરી લેવામાં આવ્યા હતા. બંનેએ પોલીસ ઉપર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. જેમાં આ બંને બદમાશો ઘાયલ થયા હતા અને તેમનું અંતે મોત નીપજ્યું હતું, આ બંને બદમાશો હત્યાનાં કેસમાં ફરાર હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
