Not Set/ અંબાલા કેન્ટમાં દીવાલ ધરાશાયી થતાં સર્જાયો અકસ્માત, 3 બાળકો સહિત 5 લોકોના મોત

અંબાલા કેન્ટમાં મોડી રાત્રે કિંગ પેલેસની દિવાલ પડી જવાને કારણે મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 બાળકો સહિત 5 ના મોત નીપજ્યાં છે. આ અકસ્માતનું કારણ કિંગ પેલેસની પાછળ બનાવવામાં આવેલા સરકારી પાર્કિંગને કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે મહેલની દિવાલ નબળી પડી ગઈ હતી. હાલ પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે. મળતી માહિતી […]

Top Stories India

અંબાલા કેન્ટમાં મોડી રાત્રે કિંગ પેલેસની દિવાલ પડી જવાને કારણે મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 બાળકો સહિત 5 ના મોત નીપજ્યાં છે. આ અકસ્માતનું કારણ કિંગ પેલેસની પાછળ બનાવવામાં આવેલા સરકારી પાર્કિંગને કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે મહેલની દિવાલ નબળી પડી ગઈ હતી. હાલ પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ કિંગ પેલેસની દિવાલ મોડી રાત્રે અંબાલા કેન્ટની ઝૂંપડપટ્ટીમાં પડી હતી. જેના કારણે ઝૂંપડપટ્ટીમાં રહેતા તસ્લીમ (43), બાલા સ્વામી (22), અમિત (12), સુજિત (7) અને બાબુ (5) નું મોત નીપજ્યું હતું અને એક ઈજાગ્રસ્ત નાની બાળકીને પીજીઆઈ ચંદીગઢ રિફર કરાઈ છે. મોડી રાત્રે હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજ, કોંગ્રેસના ઉમેદવાર વેણુ અગ્રવાલ અને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં આવેલા પૂર્વ મંત્રી નિર્મલ સિંહની પુત્રી ચિત્રા સરવારા પણ પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા.

હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે પેલેસની નબળી દિવાલને કારણે તેની સાથે સરકારી પાર્કિંગ બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે દિવાલ નબળી પડી ગઈ હતી અને મોડી રાત્રે પડી હતી. પરંતુ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. અનિલ વિજે આ મામલે તપાસના આદેશ આપવાનું કહ્યું છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો