પૈસો શું શું કરાવી શકે છે તેની કલ્પના તમે તે વાતથી કરી શકો છો કે એક પુત્રએ પોતાની વૃદ્ધ માતાને એક નહી બે નહી પણ 6 મહિના સુધી બંધક બનાવીને રાખી હતી. એ માતા કે જેણે તેને જન્મ આપ્યો, તેને પહેલો સ્ટેપ લેતા શીખવાડ્યુ, કે જે પોતે પોતાની નહી પણ તેની સુરક્ષામાં 24 કલાક સતર્ક રહેતી, તેને એક એવો સમય જોવો પડ્યો જે આજે પણ માનવની અંદર છુપાયેલા રાક્ષસને બતાવી રહ્યો છે. ઘટના કેરલનાં તિરુવનંતપુરમની છે.
સંપત્તિના વિવાદના કારણે પુત્રએ માંદગીમાં રહેલી માતાને ન માત્ર 6 મહિના માટે ઘરમાં જ કેદ રાખી હતી, પરંતુ તેની સારવાર કરવાનો ઇનકાર પણ કર્યો હતો. પુત્રનાં અત્યાચારથી કંટાળી વૃદ્ધ મહિલાનું શનિવારે અવસાન થયું હતું. આ અંગે મહિલાની પુત્રી અને પડોશીઓએ પોલીસને જાણ કરતાં કલયુગી પુત્રનો ગુનો બહાર આવ્યો હતો. ઘટના તિરુવનંતપુરમ જિલ્લાના બલરામપુરમની છે.
75 વર્ષીય લલિતાને, તેના નાના દીકરા વિજયકુમારે મિલકતનાં વિવાદનાં મામલે મકાનમાં બંધ કરી દીધી હતી. જે પછી 19 સપ્ટેમ્બરનાં રોજ લલિતાની પુત્રી એલ જયા અને પડોશીઓએ પોલીસને જાણ કરી હતી કે તેઓને ઘરમાં બંધ લલિતાને મળવા દેવામાં આવી નથી. મહિલાની પુત્રી અને પડોશીઓની ફરિયાદનાં આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ઘરનાં દરવાજા અને કેમ્પસ બંધ જોવા મળ્યા હતા. જે બાદ પોલીસકર્મીઓએ દરવાજો તોડ્યો હતો.
ઘરનો દરવાજો તોડી જ્યારે પોલીસ અંદર પહોચી તો તેના હોશ ઉડી ગયા હતા. ત્યા વૃદ્ધ લલિતા ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી આવ્યા હતા. તેના ઘા પર કીડા પડી ગયા હતા અને તેના આખા શરીરમાં કોઈ કપડા નહોતા. જે બાદ ત્યાં હાજર લોકો તેને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ડોકટરોએ જણાવ્યું હતું કે લલિતા 6 મહિનાથી લીવર સિરોસિસથી પીડાઇ રહી હતી, પરંતુ પુત્રને માતાની માંદગી વિશે જાણ હોવા છતાં તેણે સારવારથી ઇનકાર કરી દીધો હતો.
હવે જ્યારે પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી, ત્યારે લલિતાનાં પૌત્ર સતીશે ખુલાસો કર્યો હતો કે, મારી દાદીનાં ખાતામાં 15 લાખ રૂપિયા છે, જે મારા દાદાનાં મૃત્યુ પછી તેમના નામે કરાયા હતા. તેમની બે પુત્રીઓ અને બે પુત્રો તેના પર સમાન અધિકાર ધરાવે છે, પરંતુ વિજયકુમાર બધા પૈસા લેવા માંગતો હતો. જેને લઇને કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. આ ઝઘડાને કારણે તેમણે કોઈ પણ સંબંધીને તેની દાદીને મળવા દીધી નહોતી. સતીશે વિજયકુમારનાં વિરુદ્ધ કેસ દાખલ કરવાની વાત કહી છે. જો કે વિજયકુમારની પહેલા ધરપકડ કરવામા આવી હતી પરંતુ બાદમાં તેને જામીન પણ મળી ગયા હતા.
આ સમગ્ર ઘટના જોયા બાદ એ સ્પષ્ટ થાય છે કે આજનાં માનવી માટે પૈસો જ બધુ છે. તેની સામે તેના માતા-પિતા કોઇ નથી. જે પુત્રને જન્મ બાદ પહેલુ સ્ટેપ ભરવામાં માતાએ મદદ કરી હતી તે જ માતાનાં જીવનનાં અંતિમ સ્ટેપ સમયે આ પ્રકારનો કષ્ટ સહન કરવો પડ્યો તે માનવતાનો નાશ થવા જઇ રહ્યો હોવાનું દર્શાવી રહ્યુ હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
