Not Set/ દારૂબંધી પર દંગલ : રાજસ્થાન-ગુજરાત આમને-સામને, તું તું – મેં મેં નું ઘોડાપૂર 

દારૂબંધી મુદ્દે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતએ કહ્યું છે કે, હું વ્યક્તિગત રૂપે દારૂબંધીનું સમર્થન કરું છું, એક વખત તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો અને પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો. આઝાદી પછી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ  ગુજરાતમાં દારૂનો વપરાશ સૌથી વધુ છે, ઘરે- ઘરે દારૂ પીવાય છે. અશોક […]

Top Stories Gujarat Others Politics

દારૂબંધી મુદ્દે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતએ કહ્યું છે કે, હું વ્યક્તિગત રૂપે દારૂબંધીનું સમર્થન કરું છું, એક વખત તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો અને પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો. આઝાદી પછી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ  ગુજરાતમાં દારૂનો વપરાશ સૌથી વધુ છે, ઘરે- ઘરે દારૂ પીવાય છે.

અશોક ગેહલોત ના આ નિવેદન બાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભડક્યા હતા. અને તેમણે કોંગ્રેસ પર ગુજરાતની સાડા 6 કરોડ જનતાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવેદન બાદ ગુજરાત રાજ્ય કોંગ્રેસ ના પ્રવકતા મનીષ દોશીએ આ અંગે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ જોવા મળે છે. વારંવાર પોલીસ દ્વારા અને વિવિધ એજન્સીયો દ્વારા રેડ પડી ને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવાની ઘટના સામે આવે જ છે. અને તેનો નાશ પણ કરવામાં આવે છે. તેમણે મુખ્યમંત્રીના નિવેદન અંગે આકરા પ્રહારો કરતાં કહ્યુહતું કે, ગુજરાતમાં દારૂબંધી ની વાતો માત્ર કોરા કાગળ પર છે. સરકારે  આ અંગે હકારાત્મક વલણ અપનાવવું જોઇયે. અને પોતાના વિભાગો પર ધ્યાન આપવું જોઇયે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN