Not Set/ દશેરાનાં પર્વ પર ફવાદ ચૌધરીએ પાઠવી શુભકામનાઓ, જવાબ મળ્યો – Thanks Idiot

આજે ભારત સહિત વિશ્વનાં ઘણા ભાગોમાં, હિન્દુઓ દશેરાનો તહેવાર ઉજવી રહ્યા છે, લોકો સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને અભિનંદન પણ આપી રહ્યા છે, આ ક્રમમાં હંમેશા ભારત સામે ઝેર રાખનાર પાક મંત્રી ફવાદ ચૌધરીએ પણ દશેરાની શુભકામનાઓ પાઠવી. જેના જવાબમાં એક યુઝર્સે કહ્યુ Thanks Idiot. મંગળવારે, ફવાદ ચૌધરીએ ટ્વિટર પર લખ્યું કે, પાકિસ્તાન, હિન્દુસ્તાન અને અન્ય […]

Top Stories World

આજે ભારત સહિત વિશ્વનાં ઘણા ભાગોમાં, હિન્દુઓ દશેરાનો તહેવાર ઉજવી રહ્યા છે, લોકો સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને અભિનંદન પણ આપી રહ્યા છે, આ ક્રમમાં હંમેશા ભારત સામે ઝેર રાખનાર પાક મંત્રી ફવાદ ચૌધરીએ પણ દશેરાની શુભકામનાઓ પાઠવી. જેના જવાબમાં એક યુઝર્સે કહ્યુ Thanks Idiot.

મંગળવારે, ફવાદ ચૌધરીએ ટ્વિટર પર લખ્યું કે, પાકિસ્તાન, હિન્દુસ્તાન અને અન્ય ભાગોમાં રહેતા તમામ હિન્દુઓને દશેરાની શુભકામનાઓ, ફવાદ ચૌધરીનાં આ ટ્વિટ પર દરેક પ્રકારનાં રિએક્શન સામે આવી રહ્યા છે, જેના પર એક ટ્વિટર યુઝર્સે લખ્યુ કે, Thanks Idiot! આ સિવાય અન્ય યુઝર્સે લખ્યુ કે, સારુ હોત કે આજે જ પાકિસ્તાની મસૂદ અજહર, હાફિઝ સઇદને મારી નાખવામાં આવ્યા હોત.

ઘણા યુઝર્સે તેને અખંડ ભારતની યાદ અપાવતા લખ્યુ કે, સારું હોત કે તમે તમારા અંદરનાં રાવણને ખત્મ કરો છો, તો કોઇએ લખ્યુ કે, મોદીનો ખૌફ સારો છે ફવાદ ચૌધરી, તો અન્ય યુઝર્સે પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની હાલત પર ધ્યાન આપવા સલાહ કરી. એક રોહિત જૈન નામનાં એક યુઝર્સે ફવાદનાં શુભકામના મેસેજને લઇને જવાબ આપતા કહ્યુ, હૈપ્પી દશેરા પાકિસ્તાની રાવણ.

https://twitter.com/At_Mumbai2/status/1181433022220046336

આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાનનાં નજીકનાં સાથી ફવાદ ચૌધરીને પાકિસ્તાનની એક કોર્ટે અયોગ્ય ઘોષિત કરી નોટીસ પણ જાહેર કરી હતી, તે નોટીસમાંફવાદ ચૌધરીને તેમની સંપત્તિની ઘોષણા કરવામાં નિષ્ફળ રહેવા માટે અયોગ્ય ઘોષિત કરવાની માંગ કરવામા આવી હતી. ઇસ્લામાબાદ હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ અથાર મિનલ્લાહ દ્વારા અરજીની સુનવણી કરવામાં આવી હતી. આ દરમિયાન અરજદારોની સલાહમાં જણાવાયું છે કે ફવાદ ચૌધરી પ્રામાણિક અને સત્યવાદી નથી કારણ કે તે જેલમમાં પોતાની જમીન જાહેર કરવામાં નિષ્ફળ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.