Not Set/ Jio એ દિવાળી પહેલા જ ફોડ્યો બોમ્બ, હવે ગ્રાહકોને નહી મળે ફ્રી કોલિંગ, જાણો વધુ વિગત

જો તમે Jio યુઝર્સ છો તો તમને આ સમાચાર સાંભળી મોટો આંચકો લાગી શકે છે. Reliance Jio નાં ગ્રાહકોને હવે બીજી કંપનીનાં નેટવર્ક પર કોલ કરવા માટે પ્રતિ મિનિટ 6 પૈસા ચૂકવવા પડશે. કોલ ટર્મિનેશન ચાર્જ સંબંધિત નિયમોની અનિશ્ચિતતાને કારણે, Jio એ બુધવારે જાહેરાત કરી હતી કે તે ગ્રાહકો પાસેથી હવે કોલિંગનાં પૈસા લેવામાં આવશે. […]

Top Stories Tech & Auto

જો તમે Jio યુઝર્સ છો તો તમને આ સમાચાર સાંભળી મોટો આંચકો લાગી શકે છે. Reliance Jio નાં ગ્રાહકોને હવે બીજી કંપનીનાં નેટવર્ક પર કોલ કરવા માટે પ્રતિ મિનિટ 6 પૈસા ચૂકવવા પડશે. કોલ ટર્મિનેશન ચાર્જ સંબંધિત નિયમોની અનિશ્ચિતતાને કારણે, Jio એ બુધવારે જાહેરાત કરી હતી કે તે ગ્રાહકો પાસેથી હવે કોલિંગનાં પૈસા લેવામાં આવશે. Jio એ બુધવારે તેની જાહેરાત કરી હતી. જો કે, Jio થી Jio નાં નેટવર્ક પર કોલ કરવો એ પહેલાની જેમ ફ્રી જ રહેશે.

Jio એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, જ્યાં સુધી ટેલિકોમ ઓપરેટરોએ તેમના યુઝર્સ દ્વારા અન્ય ઓપરેટર્સનાં નેટવર્ક પર કરવામાં આવેલા મોબાઇલ ફોન કોલ્સ માટે ચૂકવણી કરવાની જરૂરિયાત પડી રહી છે, ત્યાં સુધી પ્રતિ મિનિટનો ચાર્જ ફક્ત 6 પૈસા અમલમાં રહેશે. આ ચાર્જ Jio યુઝર્સ દ્વારા અન્ય Jio નંબર પર કરવામાં આવેલ કોલ અને વોટ્સએપ, ફેસટાઇમ અથવા આવા અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કરવામાં આવેલા ફોન અને લેન્ડલાઇન કોલ્સ પર લાગૂ કરવામાં આવશે નહીં.

Jio નેટવર્ક પર વોઇસ કોલ્સ ફ્રી છે, તેથી કંપનીએ ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા જેવા ઓપરેટરોને કરવામાં આવતા કોલ્સ માટે રૂ.13,500 કરોડ ચૂકવવા પડ્યા. આ ગેરલાભને ટાળવા માટે, Jio એ અન્ય નેટવર્ક્સ પર કરવામાં આવતા દરેક કોલ માટે 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લેવાનું નક્કી કર્યું છે. Jio નાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાઈ દ્વારા માંગવામાં આવેલ કન્સલ્ટેશન પેપરનાં કારણે સ્થિતિ સ્પષ્ટ થઇ શકી નહી અને Jio ની ઇચ્છા ન હોવા છતાં, મજબૂરીમાં આઈયૂસી ચાર્જ લાગે ત્યા સુધી ગ્રાહકો પાસેથી ઓફ-નેટ મોબાઇલ કોલ્સ માટે 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લેવો પડી રહ્યો છે.

આજથી Jio નાં ગ્રાહકો દ્વારા કરવામાં આવેલા તમામ રિચાર્જ પર, અન્ય મોબાઇલ ઓપરેટરોને કરવામાં આવતા કોલ્સ આઇયુસીનાં ટોપ-અપ વાઉચર દ્વારા વર્તમાન આઈયુસી રેટ પર પ્રતિ મિનિટ 6 પૈસાનાં દરે ચાર્જ લેવામાં આવશે. જ્યાં સુધી ટ્રાઇ ઝીરો ટર્મિનેશન ચાર્જ વ્યવસ્થા લાગુ કરશે નહીં. હાલમાં આ તારીખ 1 જાન્યુઆરી 2020 ની છે. Jio એ કહ્યું છે કે, તે ગ્રાહકો પાસેથી પ્રતિ મિનિટ 6 પૈસા લેશે, પરંતુ બદલામાં તે આ ઘણો ફ્રી ડેટા આપશે. આપને જણાવી દઇએ કે, આઈયુસી એ એક મોબાઇલ ટેલિકોમ ઓપરેટર દ્વારા બીજાને ચૂકવવામાં આવતી રકમ છે આ ચાર્જ 10 ઓક્ટોબરથી એટલે કે આજથી લાગુ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.