પૂર્વ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે તેમની બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતની સુરત કોરટમાં માનહાનીના કેસ માં હાજરી આપવા માટે રાહુલ ગાંધી સુરત પહોચ્યા છે. એરપોર્ટ પર કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમ અહેમદ પટેલ, અમિત ચાવડા,શક્તિસિંહ ગોહિલ વિગેરે નેતાઓ પણ હાજરરહ્યા હતા. અંહી રાહુલ ગાંધી દ્વારા એરપોર્ટ થી લઈ ને કોર્ટ સુધી મીની રોડ શો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Gujarat: Congress leader Rahul Gandhi arrives in Surat. He will appear before Surat Court today in connection with a case over his comment "Why do all thieves have Modi in their names". pic.twitter.com/0rF6FYqtSw
— ANI (@ANI) October 10, 2019
રેલી બાદ રાહુલ ગાંધી કોરટમાં હાજર થયા હતા. પોણા અગિયાર વાગે શરૂ થઈ હતી કોર્ટની કાર્યવાહી શરૂ થઈ હતી. જેમાં રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછાયો હતો કે, કે ગુનો કબૂલ છે કે નહીં…? તો જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું ગુનો કબૂલ નથી. આ અંગે વધુ સુનાવણી 10 ડિસેમ્બરે હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ કોર્ટમાં માનહાનિની ફરિયાદ નોધાવી હતી. કોર્ટ પરિસરમાં થી બહાર આવ્યા બાદ રાહુલ ગાંધી સુરત કોર્ટેથી એરપોર્ટ ખાતે જવા રવાના થયા હતા.
Shaktisinh Gohil, Congress on defamation case against Rahul Gandhi: In a democracy, party in power should tolerate criticism of opposition.Rahul ji had said Lalit Modi&Nirav Modi are thieves,& Narendra Modi is a failure.BJP connected his statement to Modi community&insulted them. pic.twitter.com/v9ujRyUhi2
— ANI (@ANI) October 10, 2019
આ અંગે શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે, લોકશાહીમાં, સત્તામાં રહેલી પાર્ટીએ વિપક્ષની ટીકા સહન કરવી જોઇએ. રાહુલ જીએ કહ્યું હતું કે લલિત મોદી અને નીરવ મોદી ચોર છે, અને નરેન્દ્ર મોદી નિષ્ફળ રહ્યા છે. બીજેપીએ તેમના નિવેદનને મોદી સમાજ સાથે જોડ્યું હતું અને જણાવ્યુ હતું કે, રાહુલ ગાંધીએ તેમનું અપમાન કર્યું છે.
Ahmed Patel, Congress on Rahul Gandhi appearing before a Surat court in connection with a defamation case: He was summoned so he has come here. Let the law take its own course. We will see when the court takes a decision. Whatever the judge says will be done. pic.twitter.com/DsgiMvFlrM
— ANI (@ANI) October 10, 2019
જ્યારે એહમદ પટેલે આ અંગે જણાવ્યુ હતું કે, રાહુલ ગાંધીએ માનહાનિના કેસમાં સુરતની કોર્ટમાં તેમણે સમન્સ પાઠવવામાં આવ્યું હતું તેથી હાજર રહ્યાં હતા. કાયદો પોતાનું કામ કરશે. કોર્ટ ક્યારે નિર્ણય લેશે તે જોશું. ન્યાયાધીશ જે કહેશે તે પ્રમાણે જ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
