Not Set/ અલ્પેશ ઠાકોર/ હાઈકોર્ટથી મોટી રાહત, કેસ ડિસ્પોઝ

રાધનપુર પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર અલ્પેશ ઠાકોર ને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. અલ્પેશ ઠાકોરને ચૂંટણી લડતા અટકાવવાના મામલે થયેલી અરજી અરજદારે પાછી ખેંચી છે. અરજદાર સુરેશ સીંગલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમા અલ્પેશ ઠાકોર ને વિધાનસભાની પેટા ચૂંટણી લડતા અટકાવવા માટે અરજી કરવામાં આવી હતી. જે અંગે સુરેશ સિંગલ દ્વારા  કોર્ટમાં પોતાના પાસે રહેલા પૂરાવા ચોરાઈ […]

Gujarat Others

રાધનપુર પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર અલ્પેશ ઠાકોર ને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. અલ્પેશ ઠાકોરને ચૂંટણી લડતા અટકાવવાના મામલે થયેલી અરજી અરજદારે પાછી ખેંચી છે.

અરજદાર સુરેશ સીંગલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમા અલ્પેશ ઠાકોર ને વિધાનસભાની પેટા ચૂંટણી લડતા અટકાવવા માટે અરજી કરવામાં આવી હતી. જે અંગે સુરેશ સિંગલ દ્વારા  કોર્ટમાં પોતાના પાસે રહેલા પૂરાવા ચોરાઈ ગયા છે અથવા તો ખોવાઈ ગયા હોય તેવું લેખિતમાં સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. અરજદારની આ રજૂઆતને હાઈકોર્ટે માન્ય રાખી છે અને અલ્પેશ ઠાકોર સામે ચૂંટણી લડતા અટકાવવાનો કેસ ડિસ્પોઝ કર્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.