Not Set/ પીએમસી બેંક કેસ/ બેંકનાં પૂર્વ MD જોય થોમસને મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટે ન્યાયિક કસ્ટડી મોકલ્યા

પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંક (PMC) બેંકથી જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમસી બેંકનાં સસ્પેન્ડ એમડી જોય થોમસને કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આ સાથે જ કોર્ટે પૂર્વ ડિરેક્ટર સુરજીતસિંહ અરોરાને 22 ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર રાખવા આદેશ પણ આપ્યો છે. જણાવી દઈએ કે આ અગાઉ પોલીસ પીએમસી કૌભાંડનાં આરોપીઓને કોર્ટમાં […]

Top Stories India

પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંક (PMC) બેંકથી જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમસી બેંકનાં સસ્પેન્ડ એમડી જોય થોમસને કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આ સાથે જ કોર્ટે પૂર્વ ડિરેક્ટર સુરજીતસિંહ અરોરાને 22 ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર રાખવા આદેશ પણ આપ્યો છે. જણાવી દઈએ કે આ અગાઉ પોલીસ પીએમસી કૌભાંડનાં આરોપીઓને કોર્ટમાં લાવી હતી.

પોલીસ જોય થોમસ અને પૂર્વ ડિરેક્ટર એસ.એસ.અરોરા સાથે કોર્ટ રૂમમાં હાજર હતી. જણાવી દઇએ કે ભૂતપૂર્વ ડાયરેક્ટર એસ.એસ.અરોરાની ગઈકાલે EOW દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક (પીએમસી) બેંકનાં સસ્પેન્ડ એમડી જોય થોમસ 4,335 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે જેલમાં છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે જોય થોમસનું જીવન રહસ્યમય હતું. તે ડબલ જીવન જીવી રહ્યા હતા. જેલમાં પુછપરછ દરમિયાન ફક્ત બેંકની છેતરપિંડી જ નહીં તેમના જીવન સાથે જોડાયેલા ઘણા મોટા ખુલાસા થયા છે. જય થોમસે બે લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ લગ્ન પછી, જય થોમસનું પર્સન આસિસ્ટન્ટ સાથે અફેર હતું. તેમણે તેની સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. જોય થોમસ જુનેદ બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.