Not Set/ રાજકોટ/ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની રાજકોટ ઝોન બેઠક મળી, જાણો શું નિર્ણય લેવાયો..?

રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ હોલ ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની રાજકોટ ઝોન બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્ર કચ્છની 30 નગરપાલિકાઓ ના અધિકારીઓ અને પદઅધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં નગરપાલિકાઓની જુદી જુદી યોજનાકીય કામનો ની સમીક્ષા કરવામાં આવી હતી. તો નગરપાલિકાના પદઅધિકારીઓ દ્વારા રોડ રસ્તાના કામ દિવાળી પહેલા પૂર્ણ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. સાથે […]

Gujarat Rajkot

રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ હોલ ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની રાજકોટ ઝોન બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્ર કચ્છની 30 નગરપાલિકાઓ ના અધિકારીઓ અને પદઅધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં નગરપાલિકાઓની જુદી જુદી યોજનાકીય કામનો ની સમીક્ષા કરવામાં આવી હતી. તો નગરપાલિકાના પદઅધિકારીઓ દ્વારા રોડ રસ્તાના કામ દિવાળી પહેલા પૂર્ણ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. સાથે નગરપાલિકામાં રોજ પાણી આપવાની વ્યસ્વસ્થા ઉભી કરવામાં આવે તેવી સૂચના પણ આપવામાં આવી હતી.

આ બેઠકમાં ફાઇનાન્સ બોર્ડ ના ચેરમેન ધનસુખ ભંડેરી અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા. આ સાથે નગરપાલિકાની કેટલી ગ્રાન્ટો વાપરવામાં આવી છે તેની પણ સમીક્ષા કરી જેથી આગામી સમયમાં નગરપાલિકા હદના વિસ્તારનો વિકાસ થઇ શકે. આ સાથે  નગરપાલિકાના પદઅધિકારીઓ ને રોડ રસ્તા ના કામ દિવાળી પહેલા થઇ પૂર્ણ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી અને નગરપાલિકામાં રોજ પાણી આપવાની વ્યસ્વસ્થા ઉભી કરવામાં આવે તેવી સૂચના પણ  અપાઈ. આ સાથે રોગચાળો ડામવા નગરપાલિકા પણ પ્રયત્નશીલ  રહે તેવા પ્રયશો હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.