Not Set/ ચૂંટણી/ ભારત પર નજર નાખનારાઓને યોગ્ય જવાબ આપવામાં આવશે : PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સતારામાં એક રેલીને સંબોધન કરતાં કહ્યું હતું કે મારા માટે સતારા પણ ગુરુ ભૂમિ છે. તેમણે કહ્યું હતું કે વીર સંભાજી, વીર શાહુજી, સમર્થ ગુરૂ રામદાસજી, રામ શાસ્ત્રી પ્રભુને, શ્રીમંત પ્રતાપસિંહ, સાવિત્રીબાઈ ફૂલે, ક્રાંતિસિંહ નાના પાટિલ જેવા અજોડ સામાજિક અને આધ્યાત્મિક નેતૃત્વ અહીંથી ઉભરી આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા […]

Top Stories India

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સતારામાં એક રેલીને સંબોધન કરતાં કહ્યું હતું કે મારા માટે સતારા પણ ગુરુ ભૂમિ છે. તેમણે કહ્યું હતું કે વીર સંભાજી, વીર શાહુજી, સમર્થ ગુરૂ રામદાસજી, રામ શાસ્ત્રી પ્રભુને, શ્રીમંત પ્રતાપસિંહ, સાવિત્રીબાઈ ફૂલે, ક્રાંતિસિંહ નાના પાટિલ જેવા અજોડ સામાજિક અને આધ્યાત્મિક નેતૃત્વ અહીંથી ઉભરી આવ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા વર્ષથી સરકારે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજના અનુષ્ઠાન મુજબ કાર્ય કર્યું છે. અમે રાષ્ટ્રીય સંરક્ષણ અને રાષ્ટ્રવાદને પ્રાધાન્ય આપ્યું છે. ભારત પર નજર રાખનારાઓને યોગ્ય જવાબ આપવામાં આવશે.

પીએમ મોદીએ કહ્યું કે, જ્યાં ગઠબંધનમાં જ ઘટકો વચ્ચે ભાગલા પડે છે, તેઓ મહારાષ્ટ્રને કેવી રીતે વધું સારુ કરી શકે. તેમની રાજનીતિનો એક જ આધાર છે – ભાગલા, ભાગલા અને ભાગલા. અને મલાઇ ખાય છે. તેમણે કહ્યું કે આજદિન સુધી ભાજપ પાસે ફક્ત શિવાજી મહારાજનો જ સંસ્કાર હતો, હવે આમારી પાસે તેમનો પરિવાર પર છે.

PM મોદીએ દિવસની શરૂઆતમાં મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પરલીમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ની જોગવાઈઓને નાબૂદ કરવાનો વિરોધ કરનારાઓના નિવેદનો ઇતિહાસમાં નોંધવામાં આવશે. આ સાથે મોદીએ કહ્યું કે મહારાષ્ટ્ર પાસે આવા લોકોને સજા કરવાની તક છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 21 ઓક્ટોબરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વનું જોડાણ વિજયના તમામ રેકોર્ડ તોડી નાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.