સામગ્રી,
1 કપ ઘઉંનો લોટ
1/2 કપ મોળી શીંગ કરકરો ભૂકો
1 ચમચો તેલ મોણ માટે
1 ટેબલ સ્પૂન આદુ મરચાં ની પેસ્ટ
મીઠું (સ્વાદાનુસાર)
1/4 ટી સ્પૂન હળદર
1 લીંબુ નો રસ
1 ચમચી ખાંડ
બનાવવાની રીત
પહેલા તો એક વાસણમાં ઘઉં નો લોટમાં શીંગ નો ભૂકો,મોણ અને બઘાં મસાલા નાખીને કઠાણ લોટ બાંધવી લો.ત્યારબાદ આ લોટના તરત લુઆ બનાવીને જાડી ભાખરી વણીને કાંટાથી છીદ્રો કરો.
ત્યારબાદ ગરમ નોન સ્ટિક તવા પર ભાખરીને ઘીમે તાપે લાકડાના ડટ્ટાથી બન્ને બાજથી ગુલાબી રંગની શેકવી.
તૈયાર છે ગરમાગરમ સ્વાદિષ્ટ શીંગની ભાખરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
