Not Set/ ગાંધીનગર/ વર્ગ 1ની મહિલા અધિકારીએ વર્ગ 1ના પુરુષ અધિકારી પાસેથી રૂ. 25 લાખ પડાવ્યા..!! જાણો શું છે હકીકત..

છેલ્લાં 17 વર્ષથી મિત્રતા કેળવી કરી નાણાંકીય છેતરપિંડી, કલાસ વન પુરુષ અધિકારીએ ગાંધીનગર એસપીને લેખિતમાં અરજી કરી, મિત્રતાના સબંધ દરમિયાન 200 ગ્રામ જેટલું સોનુ પણ મહિલા અધિકારીએ મેળવ્યું હતું, નાણાકીય આપ-લે ના બેંક સ્ટેટમેન્ટ સહિતના પુરાવા સાથે પીડિત ક્લાસ 1 અધિકારીએ કરી અરજી, પીડિત અધિકારીએ ખાતાકીય તપાસ માટે પણ કરી ફરિયાદ ફરિયાદી નું નામ ઉમેશ […]

Uncategorized
  • છેલ્લાં 17 વર્ષથી મિત્રતા કેળવી કરી નાણાંકીય છેતરપિંડી,
  • કલાસ વન પુરુષ અધિકારીએ ગાંધીનગર એસપીને લેખિતમાં અરજી કરી,
  • મિત્રતાના સબંધ દરમિયાન 200 ગ્રામ જેટલું સોનુ પણ મહિલા અધિકારીએ મેળવ્યું હતું,
  • નાણાકીય આપ-લે ના બેંક સ્ટેટમેન્ટ સહિતના પુરાવા સાથે પીડિત ક્લાસ 1 અધિકારીએ કરી અરજી,
  • પીડિત અધિકારીએ ખાતાકીય તપાસ માટે પણ કરી ફરિયાદ
  • ફરિયાદી નું નામ ઉમેશ ઓઝા, બને હિસાબી તિજોરી વિભાગ માં નોકરી કરે છે
  • ખૂબ લાંબા સમય થી બને વચ્ચે સંબધ છે

ગાંધીનગરમાં કલાસ વન મહિલા અધિકારી વિરુદ્ધ તેની જ સાથે કાર્યરત પુરુષ અધિકારીએ છેતરપીંડીની  ફરિયાદ નોધાવી છે. મહિલા અધિકારીએ પુરુષ અધિકારી પાસેથી રૂપિયા 25 લાખ અને ૨૦૦ ગ્રામ સોનું પડાવી લેવાની ઘટનાએ ગાંધીનગરના અધિકારીઓમાં ચર્ચા જગાવી છે. મહત્વની બાબત છે કે બંને નિયામક હિસાબી તિજોરી વિભાગમાં વર્ગ ૧ ના અધિકારી તરીકે ફરજ બજાવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હિસાબી તિજોરી વિભાગમાં કાર્યરત વર્ગ એક ના આ મહિલા અધિકારીને છેલ્લા 17 વર્ષથી સાથે કાર્યરત વર્ગ એક ના પુરુષ અધિકારી ઉમેશ ઓઝા સાથે મિત્રતા હતી. આ જ ઉમેશભાઈએ જ મહિલા અધિકારી વિરુદ્ધ રૂપિયા 25 લાખ અને 200 ગ્રામ જેટલુ સોનું પણ પડાવ્યું હોવાના પુરાવા સાથે અરજી કરી છે.  પુરૂષ અધિકારીએ ગાંધીનગર એસપીને લેખિતમાં કરી અરજી કરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા આ ઉમેશ ઓઝા એ વોટ્સએપ કરી દારૂ ની બોટલ લઈ મહિલા અધિકારી ની ચેમ્બર પર ગયા હતા.અને મહિલા એ પોલીસ કેસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.