Not Set/ શહીદ/ પાકિસ્તાને કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન, બે જવાનનો શહાદત, એક નાગરિકનું પણ મોત

પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બિલકુલ બાજ નથી આવી રહ્યું. પાકિસ્તાન સરહદ પારથી નાપાક કાર્યવાહી કરી રહ્યું છે. આજે ફરી પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાનના તરફથી કરવામાં આવેલ ફાયરિંગમાં બે ભારતીય સૈનિકો શહીદ થયા હતા અને એક નાગરિક પણ માર્યો ગયો હતો. જો કે, પાકિસ્તાન તરફથી આ અચાનક થયેલ ફાયરિંગ અંગે ભારતીય સેનાએ […]

Top Stories India

પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બિલકુલ બાજ નથી આવી રહ્યું. પાકિસ્તાન સરહદ પારથી નાપાક કાર્યવાહી કરી રહ્યું છે. આજે ફરી પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.

પાકિસ્તાનના તરફથી કરવામાં આવેલ ફાયરિંગમાં બે ભારતીય સૈનિકો શહીદ થયા હતા અને એક નાગરિક પણ માર્યો ગયો હતો. જો કે, પાકિસ્તાન તરફથી આ અચાનક થયેલ ફાયરિંગ અંગે ભારતીય સેનાએ પણ યોગ્ય જવાબ આપ્યો હતો.

પોલીસે જણાવ્યું કે પાકિસ્તાની સૈનિકોએ રવિવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું, જેમાં બે સૈનિકો શહીદ થયા હતા અને એક નાગરિક માર્યો ગયો હતો અને ત્રણ નાગરિકો ઘાયલ થયા હતા. પાકિસ્તાનમાં આ ગોળીબારમાં બે મકાનોને નુકસાન પહોંચ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.