Not Set/ કમલેશ તિવારી બાદ હવે આ હિન્દૂ નેતાને મળી મોતની ધમકી

ઉજજેન, લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની જાહેરમાં હત્યા કરી દેવાઇ છે, ત્રણ હત્યારાઓની લખનઉ પોલીસે સુરતથી ધકપકડ કરી લીધી છે, આ ઘટનાની તપાસ ચાલી જ રહી છે, ત્યા જ વધુ એક હિન્દુ નેતાને મોતની ધમકી મળી છે, મધ્ય પ્રદેશના ઉજ્જૈનના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાના મોબાઈલ પર એક કોલ આવ્યો હતો, જેમાં શબ્બીર નામના […]

India

ઉજજેન,

લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની જાહેરમાં હત્યા કરી દેવાઇ છે, ત્રણ હત્યારાઓની લખનઉ પોલીસે સુરતથી ધકપકડ કરી લીધી છે, આ ઘટનાની તપાસ ચાલી જ રહી છે, ત્યા જ વધુ એક હિન્દુ નેતાને મોતની ધમકી મળી છે, મધ્ય પ્રદેશના ઉજ્જૈનના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાના મોબાઈલ પર એક કોલ આવ્યો હતો, જેમાં શબ્બીર નામના વ્યક્તિએ મારી નાખવાની ધમકી આપી છે, કહ્યું કે કમલેશ તિવારી બાદ હવે તારો વારો છે.

હિન્દુ નેતાને ધમકી મળ્યાં બાદ તેમને માકડૌન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, ઉપદેશ રાણાના સાથી દિલીપ ચૌહાણે ફરિયાદ નોંધાવીને આરોપી સામે કાર્યવાહી કરવા માંગ કરી છે, નોંધનિય છે કે કમલેશ તિવારીની લખનઉમાં હત્યા કરનારાઓ ત્રણેય આરોપી સુરતથી અહી પહોંચ્યા હતા, 2015માં મોંહમંદ પયંગબર પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ તિવારી મુસ્લિમ કટ્ટરપંથીઓના નિશાને હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.