Not Set/ મહિલાઓને બનાવી સેક્સ સ્લેવ, પ્રાણીઓ સાથે સંબંધ બનાવવા કરી મજબૂર

ચર્ચ સાથે સંકળાયેલા યુવા જૂથનાં નેતાએ કથિત રૂપે ઓછામાં ઓછી 240 મહિલાઓને સેક્સ સ્લેવ તરીકે રાખી હતી. આરોપીએ ઘણી મહિલાઓને અજાણ્યા શખ્સો અને પ્રાણીઓ સાથે પણ સંબંધ બાંધવા પર મજબૂર કરી હતી. આ કેસ ઉત્તર પૂર્વીય બ્રાઝિલનો છે. પોલીસે આ મામલે રોની સ્કેલ્બ નામનાં આરોપીની ધરપકડ કરી છે. ડેઇલી મેઇલનાં અહેવાલ મુજબ, રોનીએ વેચાણ પ્રતિનિધિ […]

World

ચર્ચ સાથે સંકળાયેલા યુવા જૂથનાં નેતાએ કથિત રૂપે ઓછામાં ઓછી 240 મહિલાઓને સેક્સ સ્લેવ તરીકે રાખી હતી. આરોપીએ ઘણી મહિલાઓને અજાણ્યા શખ્સો અને પ્રાણીઓ સાથે પણ સંબંધ બાંધવા પર મજબૂર કરી હતી. આ કેસ ઉત્તર પૂર્વીય બ્રાઝિલનો છે. પોલીસે આ મામલે રોની સ્કેલ્બ નામનાં આરોપીની ધરપકડ કરી છે.

ડેઇલી મેઇલનાં અહેવાલ મુજબ, રોનીએ વેચાણ પ્રતિનિધિ તરીકે કામ કરતો હતો. તે મૂરીએ નામના ચર્ચમાં સ્વયંસેવક તરીકે પણ સંકળાયેલ હતો. મિનેસ ગેરૈસની સિવિલ પોલીસે જણાવ્યું છે કે આરોપીએ 4 વર્ષ સુધી 11 રાજ્યોમાં આ મહિલાઓનું શોષણ કર્યુ છે. મુખ્ય તપાસકર્તાએ કહ્યું કે, 32 વર્ષીય આરોપીએ સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર ઘણી બનાવટી પ્રોફાઇલ બનાવી હતી. આ પ્રોફાઇલ્સ દ્વારા તે મહિલાઓનાં સંપર્કમાં આવ્યો. આ આરોપી, મહિલાઓને ઇન્ટિમેટ વીડિયો અને ફોટોગ્રાફ્સ માટે પોણા બે લાખ રૂપિયા સુધીની ઓફર કરતો હતો.ૉ

જો કે નગ્ન ફોટોગ્રાફ્સ મેળવ્યા બાદ આરોપી મહિલાઓને બેંક ટ્રાન્સફરની નકલી રસીદો મોકલતો હતો. ત્યારબાદ તેણે મહિલાઓને બ્લેકમેલ કરી હતી અને તેમના ફૂટેજ મિત્રો અને સંબંધીઓને મોકલવાની ધમકી આપી હતી. પીડિત મહિલાઓને ધમકાવ્યા બાદ આરોપી તેમને વધુ વીડિયો-ફોટો મોકલવા કહેતો હતો. એક પીડિતાએ કહ્યું કે, તેને દિવસમાં 20 વખત આવા ફોટોની માંગ કરવામાં આવી.આરોપીએ અનેક મહિલાઓને મળવા બોલાવીને દુષ્કર્મ ગુજાર્યો હતો. જ્યારે કેટલીક મહિલાઓને અજાણ્યા શખ્સો અને પ્રાણીઓ સાથે સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવી હતી.

તેણે ઘણી સ્ત્રીઓને સેક્સ કરાર પર હસ્તાક્ષર કરવા પણ દબાણ કર્યું. આ કરારોમાં, એવું લખ્યું હતું કે સ્ત્રીઓ તેમને પોતાની સાથે કંઈપણ કરવાની મંજૂરી આપે છે. ‘પચાસ શેડ્સ ઓફ ગ્રે’ મૂવીની જેમ, કરારમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તે ખુશી માટે જેટલો મારવા માંગે તે મારી શકે છે. સ્કેલેબની  11 ઓક્ટોબરના રોજ બેલો હોરીઝાન્તે સ્થિત  તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.