ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો પતિ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકની કારનો અકસ્માત થઈ ગયો છે. જાણકારી અનુસાર શોએબ મલિક સુરક્ષિત છે અને તેમને કોઈ જ ઈજા પહોંચી નથી. એક રિપોર્ટ અનુસાર અકસ્માત નેશનલ હાઈ પર્ફોર્મન્સ સેન્ટર લાહોર બહાર જ આ દુર્ઘટના થઈ હતી.

farmers-protest / કૃષિ કાયદા અને ખેડૂતોના પ્રદર્શન મામલે આજે સુપ્રીમ કોર્ટમાં …
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણેપાકિસ્તાનના એક પત્રકારે કેટલીક સેકન્ડનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી છે. વિડીયોમાં જોવા મળે છે કે કારનો સમગ્ર રીતે અકસ્માત થયો છે પરંતુ શોએબ મલિકને કોઈ જ ઈજા થઈ નથી.

Political / સીતા માતાને લઇને TMC નેતાનાં બગડ્યા બોલ, થયો મોટો વિવાદ…
આ અકસ્માત કઈ રીતે થયો તે અંગે જાણીએ તો લાહોરના નેશનલ હાઈ પર્ફોર્મન્સ સેન્ટર (NHPC) પાસે એક રેસ્ટોરન્ટ નજીક એક ટ્રક ઉભી હતી. જેની પાછળ જઈને શોએબ મલિકની સ્પોર્ટ્સ કાર ભટકાઈ હતી. સ્પોર્ટ્સ કારનો આગળનો ભાગ એટલે કે બોનેટનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટના પર અત્યાર સુધીમાં તો શોએબ મલિક તરફથી કોઈ જ પ્રતિક્રિયા જાહેર કરવામાં આવ્યું નથી.

Controversy / પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાએ સંસદ ભવનને લઇને કર્યુ વિવાદિત ટ્વ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
