વ્યાજખોરના ત્રાસથી જેતપુર શહેરના એક વેપારીએ પોતાનું જીવન ટુંકાવી દીધું છે. પીઠડિયા ટોલનાકા પાસે ઝેરી દવા ગટગટાવીને વેપારીએ આપઘાત કર્યો હતો. મૃતકના પિતાએ પોતાના પુત્રએ ચાર વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાની ફરિયાદ વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આજે સવારે પીઠડીયા ટોલનાકા પાસે કોઈ શખ્સે પોતાની કારમાં ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો હોવાની જાણ વીરપુર પોલીસને થતાં, પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળ પંચનામું કરીને લાશને પીએમ માટે વીરપુર સરકારી હોસ્પીટલે ખસેડેલ જ્યા અંગ જડતી દરમીયાન મૃતકના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ તેમજ તેનું ડ્રાઇવીંગ લાયસન્સ તેમજ એક ચેક રીટર્ન થવાની કોર્ટની નોટીસ મળી આવી હતી.
આ યુવાન શહેરના દેસાઈ વાડી વિસ્તારમાં રહેતો અને દેસાઈ વાડી મેઈન રોડ પર તુલસી સુપરમાર્કેટ નામનો મોલ ધરાવતો સંજયભાઈ ચીમનભાઈ જાગાણી ઉ.વ. ૩૬ નામનો વેપારી હોવાનું ઓળખ થતાં પોલીસે મૃતકના પરીવારજનોએ જાણ કરી હતી. મૃતક પાસેથી જે સ્યુસાઇડ નોટ મળેલ તેમાં તે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરતો હોવાનું લખેલ તે તેમના પિતા ચીમનભાઈને બતાવતા ચીમનભાઈએ પોતાના પુત્રને વ્યાજખોરોનો ત્રાસ હોવાનું વીરપુર પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્રએ આ ચાર વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. તેનું મુદ્દલ આપી દીધું હોવા છતાં તેઓએ વ્યાજનું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ માંગતા હતા.
પરંતુ હાલ મંદી હોય અને વેપાર પણ સારી રીતે ચાલતો ન હોવાથી સંજય વ્યાજનું વ્યાજ ચૂકવી ન શકતા આ વ્યાજખોરોએ ધમકી આપેલ કે દિવાળી સુધીમાં જો અમારી રકમ ચૂકવી ન શક્યો તો તારે ભરેલ માલસામાન સાથે મોલ અમોને સોંપીને બહાર નીકળી જવાનું જેથી વ્યાજખોરોની આવી ધમકી ઉપરથી ધંધામાં મંદી એટલે કોઈ રીતે વ્યાજખોરોની માંગ પુરી કરી શકે એમ ન હોવાથી સંજયે ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો હોવાની ફરીયાદ નોંધાવતા વીરપુર પોલીસે મૃતકના પિતાની ફરીયાદ પરથી ચારેય વ્યાજખોરો સામે ઉંચા વ્યાજે નાણાં ધીરી તે વસૂલવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી મરવા માટે મજબુર કર્યાની ફરીયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
